પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સ જે રીતે શો છોડીના જઇ રહ્યા છે અને તેનાથી શો મુશ્કેલીમાં ફસાતો દેખાઇ રહ્યો છે. હાલમાં જ શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ ક્વિટ કર્યું છે. 14 વર્ષોથી તે આ શો સાથે જોડાયેલા હતા અને શો સાથે જોડાયેલા જૂના ચહેરાએ અલવિદા કહેવાથી TRP ન પડવા દેવાનું મોટું ચેલેન્જ મેકર્સ સામે આવ્યું છે.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ બાર્ક રેટિંગમાં ટોપ 10 શોઝમાં પોતાની જગ્યા પાછી મેળવી છે. શો પાછલા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને મળતા એક મીડિયા રિપોર્ટમાં શો સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, પ્રોડ્યુસર અને ક્રિએટર શોના મિસિંગ કેરેક્ટરને પાછા લાવવાની કોશિશ કરી રહ્યા છે તેમજ તેમની કોશિશ છે કે, જલ્દીથી જલ્દી ગોકુલધામ સોસાયટી કંપ્લીટ થઇ જશે. દરેક મેમ્બર્સ મળીને ઓડિયન્સને એન્ટરટેન કરશે. નીલા ટેલીફિલ્મ્સ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ શો સાથે દરેક એક્ટર્સ અને ટેક્નીશિયન્સના સપોર્ટને લઇને આભાર વ્યક્ત કરે છે.
મેકર્સની એ પણ કોશિશ છે કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટોપ 10 શોઝની TRP લિસ્ટમાં બનેલી રહેશે અને હવે શોથી મિસિંગ કેરેક્ટર્સ ક્યારે પાછા ફરશે તેની હજુ કોઇ જાણકારી નથી મળી. પણ આશા છે કે, નવા કલાકારોની જલ્દીથી જ કાસ્ટિંગ કરવામાં આવશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને થોડા સમય પહેલા જ ઘણા બધા એક્ટર્સ છોડીને ચાલ્યા ગયા છે. તેમાં દિશા વાકાણી, માલવ રાજદા, શૈલેશ લોઢા, રાજ અનડકટ, નેહા મેહતા, ગુરુચરણ સિંહ, મોનિકા ભદોરિયા, નિધિ ભાનુશાલી, ઝીલ મેહતા જેવા કલાકારોના નામ શામેલ છે.
સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને સૌથી મોટો ઝાટકો ત્યારે લાગ્યો હતો કે જ્યારે, સૌથી લોકપ્રિય અને તેમના સૌથી પ્રિય દિશા વાકાણી શો છોડીને ચાલી ગઇ. પહેલા બાળક વખતે દિશા વાકાણી મેટરનિટી લિવ પર ગઇ હતી અને ત્યારથી લઇને આજ સુધી તે શોમાં પાછી ફરી નથી. દિશાનું હવે બીજુ બાળક પણ થઇ ગયું છે તેમજ વર્ષોથી ગોકુલધામ સોસાયટીમાં દયાબેનની કોમેડી મિસિંગ છે. દિશા વાકાણીના શોમાં પાછા ફરવા પર આજે પણ સસ્પેન્સ બનેલો છે, મેકર્સ દિશા વાકાણીને રિપ્લેસ કરવાની વાત કરી રહ્યા છે. પણ હજુ સુધી દિશા વાકાણીની જગ્યા કોઇ બીજી એક્ટ્રેસ નથી લઇ શકી. સરપ્રાઇઝિંગ તો એ છે કે, આટલા બધા કલાકારોના મિસિંગ હોવા છતાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો ફ્લોપ નથી થઇ રહ્યો. શો વધારે સમય ટોપ 10 TRP લિસ્ટમાં જ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.