તબીબી જગતનો સિતારો પણ ડો.એલ ત્રિવેદીનો 12 વાગ્યે દૂધ્શ્વર ખાતે અગ્નિસંસ્કાર,હજારો હૈયા હિબકે ચઢ્યા

ગુજરાતના તબીબી જગતનો ઝળકતો સિતારો અનંતમાં વીલીન થઈ ગયો. આજે બપોરે બાર વાગ્યે ડો. એચ એલ ત્રિવેદીના પાર્થીવ દેહને દુધેશ્વર ખાતે અગ્નિદાહ અપાશે. સવારે 8થી 11માં હજારો લોકો તેમની અંતિમ ઝાંખી કરવા આવ્યા.

કિડીની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મપિતામહ ગણાતા ડો. એચ એલ ત્રિવેદીનું ગઈ કાલે 87 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ હતુ. આજે સવારે 8થી 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને દર્શન માટે કિડની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.  જ્યારે 12 વાગે દુધેશ્વર ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે. ડૉક્ટર ત્રિવેદી લાંબા સમયથી બિમાર હતાં. તેમજ તેઓ કિડની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં.

રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાંથી કિડનીનો દર્દીઓ આવે એટલે અને કોઈ પણ વિટંબણામાં હોય એટલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એચ એલ ત્રિવેદી કિડની હોસ્પિટલ હંમેશા સાથે હોય. લાખો દર્દીઓને ઝીરો રૂપિયામાં ટ્રિટમેન્ટ કરનાર વિશ્વની એકમાત્ર હોસ્પિટલ છે. 

વિશ્વની એકમાત્ર કિડની યુનિવર્સિટીના સ્થાપક હતા 

વિશ્વમાં સમયાંતરે વધી રહેલાં કિડની અને લિવરના રોગો અને  ફેલીયોર રેસિયો પર રિસર્ચ કરવાં અને કિડની દર્દીઓને નવજીવન આપવાં ડૉ એચ એલ ત્રિવેદીએ વિશ્વમાં સૌ પ્રથમ અને એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જે આજે લાખો દર્દીઓને નવજીલન આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.