ભારતમાં તબલીગી જમાતના સભ્યો દ્વારા ડોક્ટરો અને હેલ્થ સ્ટાફ પર હુમલા કરવા અને નર્સો સાથે અભદ્ર વ્યવહારની અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાનો રોષ ઠાવલી રહ્યાં છે. દુબઈના એક ભારતીયએ તબલીગી જમાત મામલે મુસલમાનો વિરૂદ્ધ વાંધાજનક ટ્વીટ કરતા યૂએઈની રાજકુમારીએ ભારે વાંધો ઉઠાવ્યો છે.
રાજકુમારીએ કહ્યું છે કે, આવા લોકોને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ. ભારતે પણ રાજકુમારીના ટ્વિટનો જવાબ વાળ્યો છે. ભારતે કહ્યું છે કે, અમારા દેશમાં ભેદભાવને કોઈ જ સ્થાન નથી અને આ બાબત યૂએઈમાં રહેનારા ભારતીયોએ પણ સમઝવી જોઈએ.
યૂએઈમાં ભારતના રાજદ્વારી પવન કપૂરે ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારત અને યૂએઈ ભેદભાવ ન કરવાના મુલ્યોનું સમર્થન કરે છે. ભેદભાવ અમારા નૈતિક તાણાવાણા અને કાયદના નિયમો વિરૂદ્ધ છે. યૂએઈમાં રહેતા ભારતીય નાગરિકોએ પણ તેનો ખ્યાલ રાખવો જોઈએ.
તેમણે પીએમઓના ટ્વિટને રીટ્વિટ કરતા આમ જણાવ્યું હતું. પીએમઓએ ટ્વિટ કર્યું હતું કે, કોરોના વાયરસ કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાય્ય, રંગ, ભાષા અને સરહદ જોઈને નથી આવતો. આપણી પ્રતિક્રિયા અને વ્યવહાર તેવો હોવો જોઈએ કે એકતા અને ભાઈચારો વધારે. અમે આ મામલે એકજુથ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.