તબલિઘી જમાતમાં સામેલ બ્લેક લિસ્ટ જમાતી હાલ નહીં જઈ શકે પોતાના દેશ, કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ

ભારત સરકારના 35 દેશોના 2,500 લોકોને બ્લેક લિસ્ટ કરવાના આદેશને પડકારવામાં આવ્યો, 10 જુલાઈના રોજ આગળની સુનાવણી

 

કથિત રીતે તબલિઘી જમાતની ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે બ્લેક લિસ્ટ કરવામાં આવેલા 2,500 વિદેશી નાગરિક હાલ પોતાના દેશ પાછા નહીં જઈ શકે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, ‘જ્યાં સુધી ભારતના તમામ રાજ્યોમાં આ લોકો વિરૂદ્ધ નોંધાયેલી ફોજદારી કેસની સુનાવણી ભારતીય અદાલતોમાં પૂરી ન થઈ જાય ત્યાં સુધી તેઓ પોતાના દેશ પાછા નહીં જઈ શકે.’ ઉલ્લેખનીય છે કે ગત સુનાવણી વખતે સર્વોચ્ય અદાલતે કેન્દ્રનો જવાબ માંગ્યો હતો અને સુનાવણીને બીજી જુલાઈ સુધી ટાળી દેવામાં આવી હતી.

કોર્ટમાં રજૂ કર્યા જમાતીઓના ગુના

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન ભારત સરકારના કોરોના અંગેના દિશાનિર્દેશો અને રાજ્ય સરકારો, પોલીસના આદેશોનું ઉલ્લંઘન કરવાને લઈ વિવિધ રાજ્યમાં હજારો જમાતીઓ વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયા છે.

આ તમામ કેસની સુનાવણી કોર્ટમાં બાકી છે. કેન્દ્ર સરકારે હજારો જમાતીઓને બ્લેક લિસ્ટ કરીને તેમના વિઝા રદ કરી દીધા હતા જેથી સરકારના આ આદેશને લઈ વિદેશી જમાતીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરેલી છે. આ કેસની આગળની સુનાવણી 10મી જુલાઈના રોજ હાથ ધરાશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.