તબલીગી જમાત 150 દેશોમાં સક્રિય હોવા છતાં સાઉદી અરબ-ઈરાનમાં પ્રતિબંધિત

લોકડાઉન છતાં ધામક મેળવડો યોજીને પાટનગર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં કોરોનાનો ચેપ ફેલાવવા બદલ તબલીગી જમાત ચર્ચામાં છે. દુનિયાના ૧૫૦ દેશોમાં પ્રચાર કરતા આ સંપ્રદાય ઉપર ઈરાન અને સાઉદી અરબમાં પ્રતિબંધ છે.

૧૯૨૭માં મૌલાના ઈલિયાસ કાંધલવીએ તબલીગી જમાતની સ્થાપના કરી હતી. એ વખતે દિલ્હીથી નીકળીને હરિયાણા અને અત્યારના પાકિસ્તાનના ઘણાં વિસ્તારના મુસ્લિમો સુધી આ જમાતે ધર્મ પ્રચાર કર્યો હતો.

તેની જમાતો ૧૫૦ દેશોમાં નીકળે છે અને ધર્મપ્રચાર કરે છે. પરંતુ જ્યાં ઈસ્લામનું ઉદગમ બિંદુ છે ત્યાં સાઉદી અરબમાં તબલીગી જમાત ઉપર પ્રતિબંધ છે. ઈરાનમાં પણ આ જમાત પ્રચાર-પ્રસાર કરી શકે તેમ નથી.

સાઉદી અરબમાં સલફી મસલક સંપ્રદાયમાં માનતા લોકોની બહુમતી છે. તબલીગી જમાત હનફી મસલક સંપ્રદાયમાં માને છે. આ બંને વચ્ચે મોટો વૈચારિક ભેદ હોવાથી સાઉદી અરેબિયાની સરકારે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને જ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

એ જ રીતે ઈરાનમાં સલફી સંપ્રદાયની બહુમતી છે. શિયા બહુમતી ધરાવતા ઈરાનમાં તબલીગી જમાત સાથે વૈચારિક મતભેદો જૂના છે. ત્યાં શિયાઓ તબલીગીને ઈસ્લામના નિયમોમાં માન્યતા જ આપતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.