દેશમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય મુંજબ શનિવારથી અત્યાર સુંધી દેશમાં કોવિડ-19નાં 472 નવા કેસ નોંધાયા છે, આ દરમિયાન 11 લોકોનાં મોત પણ થયા છે, અત્યાર સુંધી દેશમાં કોરોના વાયરસ ચેપનાં કુલ 3374 કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઇ ચુકી છે, તેમાંથી 267 લોકો સાજા થઇ ચુક્યા છે, જ્યારે 79 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
…. તો 8માં દિવસે બે ગણા કેસ હોત
આરોગ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે નિયમિત બ્રિફિંગમાં જણાવ્યું કે અત્યાર સુંધીમાં દેશનાં 274 જીલ્લા કોરોના વાયરસથી પ્રભાવિત થઇ
ચુક્યા છે, તેમણે જણાવ્યું કે તબલીગી જમાતનાં કેસ ન નોંધાયા હોત તો ભારતમાં સંક્રમણની દર ઘણી ધીમી હોત.
અગ્રવાલે કહ્યું, “કોવિડ -19 કેસો હાલમાં સરેરાશ 4.1 દિવસમાં બમણી થઈ ગઈ છે; જો તબલીગી જમાત કેસ ન હોત તો તે સરેરાશ 7.4 દિવસનો સમય લાગત.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.