તબ્લીગી જમાતનાં લોકો કરી રહયા છે નર્સો સાથે દુર્વ્યવહાર, ક્વોરેન્ટાઇનમાં નર્સોની સામે જ ઉતાર્યા કપડાં અને પછી…

દેશમાં કોરોનાવાયરસ વિરુદ્ધ જંગ ચાલુ છે ત્યારે તબ્લીગી જમાત કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોએ આખા દેશમાં બબાલ મચાવીને રાખી છે. કોવિડ-19થી સંક્રમિત તબ્લીગી જમાતના લોકોનો ઉત્પાત હોસ્પિટલમાં ચાલુ જ છે. આ જમાતના ઘણા લોકો અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે અને કોરોના ચેપને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દરમિયાન, ગાઝિયાબાદની એમએમજી હોસ્પિટલમાં દાખલ જમાતીઓ હોસ્પિટલની મહિલા સ્ટાફ સાથે સતત અભદ્ર વ્યવહાર કરી રહયા છે. આટલું જ નહીં, આ લોકો નર્સની સામે પોતાનાં કપડાં પણ કાઢી રહ્યા છે. આ મામલે પોલીસે ફરિયાદ બાદ એફઆઈઆર નોંધી લીધી છે.

સમાચારો અનુસાર, આ લોકો હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કરી રહ્યા છે, નર્સોની હાજરીમાં જ કપડા બદલી નાખે છે અને પેન્ટ વગર વોર્ડમાં ફરવા લાગે છે. નર્સોને જોતાં જ, તેઓ અશ્લીલ ઈશારાઓ કરી રહ્યા છે. ગંદા ગીતો સાંભળી રહયા છે અને નર્સો અને સ્ટાફ પાસેથી બીડી સિગારેટ માંગી રહ્યાં છે. આ લોકો નર્સોની સામે અશ્લીલ ઈશારાઓ કરવાની સાથે જ તેમના પર થૂંકી રહયા છે. તેઓ નાની-નાની વાતે હોસ્પિટલમાં બબાલ કરવાના બહાનાઓ શોધી રહયા છે. ત્યારે તેમની આ હરકતોથી પરેશાન થઈને જિલ્લા વહીવટી તંત્ર તેમને હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરવાને બદલે તેમને જેલમાં ખસેડવાનો વિચાર કરી રહ્યો છે.

ગાઝિયાબાદના સીએમઓએ ગુરુવારે સાંજે જિલ્લાના ડીએમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેતા તબ્લીગી જમાતની લોકોને ફરિયાદ કરી છે. ડીએમએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ એમજીએમ હોસ્પિટલ પણ પહોંચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.