તહેવારોમાં નદીમાં મૂર્તિ પધરાવનારને ફટકારો 50 હજારનો દંડ,11 રાજ્યને કડક નિર્દશ

ગંગા નદીના શુદ્ધીકરણના લઈને સરકાર કડક પગલાઓ લઈ રહી છે. સરકારે આ માટે નિર્દેશો પણ જારી કર્યા છે. જો કોઈ ગંગા અને તેની સહાયક નદીઓમાં તહેવાર કે પૂજા બાદ મૂર્તિ વિસર્જન કરશે તો તેમની પર ભારે દંડ ફટકારવામાં આવશે.

કોઈ વ્યક્તિ ગંગા કે તેની સહાયક નદીમાં પ્રતિમા વિસર્જન કરતાં પકડાયા તો તેમની પર 50 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકારને તમામ ઘાટ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ નિર્દેશો ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાન સરકારને મોકલવામાં આવ્યા છે.

સરકારે નદી કિનારે અસ્થાયી તળાવ કે કુંડ બનાવીને તેમાં મૂર્તિનું વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા મુજબ નિર્દેશો આપવામાં આવ્યા છે. આ સિવાય અન્ય એવા પદાર્થો જે પાણીને નુકસાન કરે છે તેની પર પણ પ્રતિબંધ લગાવવા માટે વિવિધ રાજ્યની સરકારને કહેવામાં આવ્યું છે.

દરેક તહેવારની બાદ સરકારે આ નિર્દશોને પાળ્યા કે નહીં એ બાબતે અહેવાલ પણ મોકલવાનો રહેશે. ઝેરી પદાર્થો નદીમાં ન જાય તે બાબતે ખાસ પગલાઓ લેવા માટે વિવિધ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.