તહેવારો દરમિયાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહીં, તે માટે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાશે

તહેવારો દરમિયાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ SOPનું રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાશે. સંબંધિતોને આ અંગે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવાઇ છે, તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આગામી સમયમાં આવનાર તહેવારો જેવા કે નાતાલની ઉજવણી, નવા વર્ષની પૂર્વ સંધ્યા, નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે. ચર્ચ / પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૨૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સંક્રમણને રોકવા માટે જે SOP તૈયાર કરાઇ છે તેનો આગામી તહેવારોને અનુલક્ષીને પણ ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.