છેલ્લા થોડા દિવસથી ચીન અને તાઈવાન વચ્ચે અનાનસ (પાઈનેપલ)ની આયાતના મુદ્દે માથાકૂટ શરૃ થઈ છે અને હવે તો સોશિયલ મીડિયા પર ફ્રીડમપાઈનેપલ નામે ઝૂંબેશ પણ શરૃ થઈ છે.
તાઈવાનનો એવો દાવો છે કે અમારા પાઈનેપલમાં કોઈ ગરબડ નથી, પરંતુ ચીન અમારા વેપાર પર પાટુ મારવા માંગે છે, માટે આવું પગલું ભર્યું છે. ચીનના આ પગલાં સામે તાઈવાનમાંથી ફ્રીડમ પાઈનેપલ ઝૂંબેશ શરૃ થઈ છે.
જાણીતી વાત છે કે ચીન વર્ષોથી નાનકડા તાઈવાન પર કબજો જમાવવા માંગે છે. પણ તાઈવાન મચક આપતું નથી. તાઈવાનમાં દર વર્ષે 20 હજાર ટન અનાનસ પેદા થાય છે. તેમાંથી 10 ટકા નિકાસ થાય છે. તાઈવાનના અનાનસોનું ચીન મોટું ખરીદદાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.