ચીન માટે તાઈવાન દુખતી નસ છે.તાઈવાનને અલગ દેશ નહી માનતુ ચીન દુનિયાનો કોઈ પણ દેશ તાઈવાનનુ નામ લે છે તો ચીન ઉંચુ નીચુ થઈ જાય છે.
સરહદ પર ભારતને ઘેરી રહેલા ચીનને હવે તાઈવાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મદદ માંગતા જ ટેન્શન થયુ છે.
આ વાતની જાણ થતા જ તરત ભારત સ્થિતિ ચીનની એમ્બેસીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિતની તમામ આંતરરાષ્ટ્રિય ગતિવિધિઓમાં તાઈવાનની હિસ્સેદારી અંગે ચીનની નીતિ બહુ સ્પષ્ટ છે.તેને વન ચાઈના સિધ્ધાંત અનુસાર જ ગણવામાં આવે.તાઈવાન ચીનનુ અભિન્ન અંગ છે.
પ્રવકતાએ કહ્યુ હતુ કે, વન ચાઈના સિધ્ધાંત પ્રમાણે તાઈવાન ક્ષેત્રની ભાગીદારી માટે ચીને યોગ્ય વ્યવસ્થા કરેલી જ છે.
ઉલ્લેખનીય છે કે, તાઈવાન સાથે ભારતના કોઈ ઔપચારિક સબંધ નથી.છતા છેલ્લા એક સપ્તાહમાં તાઈવાને ભારતને 10 લાખ સર્જિકલ માસ્ક સપ્લાય કર્યા છે.જેને ભારતની મદદ માંગવાની અપેક્ષા તરીકે જોવામાં આવી રહ્યુ છે.રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે તાઈવાન અલગ દેશ તરીકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા ભારત તરફ અપેક્ષા રાખી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.