તાઇવાન અને હોંગકોગ પણ ચીનની નીતિરીતિથી પરેશાન રહે છે

લોકો સોશિયલ મીડિયામાં ભારતના સમર્થનમાં પોસ્ટ કરી રહચા છે

લડાખ સરહદે ચીન સાથે થયેલી અથડામણમાં ભારતે ટકકર આપતા ચીનના તાબાના તાઇવાન અને હોંગકોંગના લોકો ખૂબજ રાજી થયા છે કારણ કે આ બંને ચીનની નીતિરીતથી પરેશાન રહે છે. ચીન હોંગકોંગ પર નવા સુરક્ષા કાનુંનને બળજબરીથી થોપવા માંગે છે જે બબાલનું મૂળ છે. આ કાનુનમાં જો કોઇ વ્યકિત ચીનમાં અપરાધ કરે તો તેને પ્રત્યાર્પિત કરવાની જોગવાઇ છે. હોંગકોંગમાં લોકશાહી સમર્થકો અને ચીન સમર્થકો એમ બે પક્ષો છે. ચીને કેરી લેમ જેવા પોતાના સમર્થક નેતાઓના બળે હોંગકોંગની સંસદમાં આ કાયદો પસાર કરાવી લીધો હતો.150 વર્ષ સુધી હોંગકોંગ બ્રિટીશરો પાસે હતું ઉપનિવેશકાળમાં હોંગકોગનો ખૂબ વિકાસ થયો પરંતુ જોગવાઇ મુજબ 1997માં ચીનને સોંપવામાં આવ્યું હતું, ચીને હોંગકોંગમાં પોતાની સામ્યવાદી નીતિઓ નહી લાવે એવું વચન આપ્યું હતું પરંતુ લોકોને હવે ડર લાગવા માંડયો છે આથી હોંગકોંગમાં ચીન વિરુધ આક્રમક પ્રદર્શનો થતા રહે છે.

જયારે તાઇવાનને હડપી લેવાની અનેક વાર ચીન ધમકીઓ આપી ચૂકયું છે. તાઇવાન લોકતાંત્રિક છે તેને ચીન પોતાના લાલ રંગથી રંગવા ઇચ્છે છે. તાઇવાનના મહિલા રાષ્ટ્પતિ સાઇ ઇગ વેન ચીનના કટ્ટર વિરોધી રહયા છે. ચીને કોરોનાના બહાને પણ તાઇવાન પણ દબાણ લાવે છે. ચીન તાઇવાનને હંમેશા પોતાનું સમજે છે જયારે  તાઇવાન કયારેય ચીનનો હિસ્સો ન રહયુ હોવાનો મોરચો સાઇ ઇગ વેન ખોલ્યો છે. તાઇવાન પોતાની સંપ્રભૂતા જાળવી રાખવા ચીન સાથે આ બાબતે કોઇ જ વાતચીત કરવા તૈયાર નથી. ચીન તાઇવાનનો ગમે ત્યારે કબ્જો કરી શકે છે એવા ડરમાં તાઇવાન જીવી રહયું છે.

આથી જ તો હોંગકોંગ અને તાઇવાનના સોશિયલ મીડિયા સાઇટ્સ પર લોકો ભારત ચીનના તાજેતરના સરહદી વિવાદમાં ભારતનો પક્ષ લઇ રહયા છે. તાઇવાનના એક નાગરિક લખ્યું કે હું હોંગકોંગનો છું અને ભારતને સમર્થન આપું છું. કોઇએ ભારતની આર્મીના ફોટાને પોસ્ટ કરીને સેલ્યૂટ એવુ લખ્ચું છે એટલું જ નહી ચીનમાં જયાં સુધી સામ્યવાદી શાસન છે ત્યાં સુધી ભારત સુરક્ષિત નથી ભારતના એક સંરક્ષણ નિષ્ણાતની ટવીટ્ને રિટવીટ્ કરવામાં આવી છે. આમ ભારત અને ચીનના ઘર્ષણનો પડઘો હોંગકોગ અને તાઇવાનના સોશિયલ મીડિયામાં પણ પડી રહયો છે. જો કે ચીનનો વિરોધ કરી રહેલી લિડરશીપ કે જૂથની કોઇ મહત્વની વ્યકિત તરફથી ભારત ચીન સંઘર્ષ અંગે પ્રતિક્રિયા જાણવા મળતી નથી પરંતુ એટલું ચોકકસ છે કે ચીનની ધમકીઓ અને દાદાગીરીથી તેના પાડોશી દેશો અને તાબાના વિસ્તારો પરેશાન રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.