તાઈવાનનુ નામ પડે છે અને ચીન ભડકી ઉઠી છે.10 ઓક્ટોબરે તાઈવાને નેશનલ ડે ઉજવ્યો હતો.એ પહેલા ચીને ભારતના મીડિયાને આ ઉજવણીનુ કવરેજ નહીં કરવા માટે ધમકી આપી હતી.
જોકે ભારતીય નાગરિકોએ ચીનની ધમકીની પરવા કર્યા વગર તાઈવાનને શુભેચ્છા પાઠવતા સંદેશ સોશ્યલ મીડિયા પર મોકલ્યા હતા.સંદેશાઓનો વરસાદ જોઈને તાઈવાનના રાષ્ટ્રપતિ અભિભૂત થઈ ગયા છે.રાષ્ટ્રપતિ ત્સાઈ ઈન વેંગે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, શુભેચ્છાઓ આપવા બદલ ભારતના તમામ લોકોનો ધન્યવાદ.માનવધિકાર અને સ્વતંત્રતા જેવા મુલ્યોની રક્ષા કરવા માટે બંને દેશો ગર્વ કરી શકે છે.નમસ્તે…
ચીનની સરકારે ભારતને તાઈવાનના નેશનલ ડેની ઉજવણીમાં સામેલ થવા સામે ચેતવણી આપીને કહ્યુ હતુ કે, તેનાથી બંને દેશોના સબંધો પર અસર પડશે.ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો ચીનના દૂતાવાસ બહાર તાઈવાનના નેશનલ ડે નિમિત્તે લાગેલા પોસ્ટરો પર પણ આપત્તિ વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, આગ સાથે રમવા જેવુ આ કૃત્ય છે અને તેના કારણે પહેલેથી ખરાબ થયેલા ભારત અને ચીનના સબંધો વધારે ખરાબ થશે.ભાજપ મૂર્ખાઓ જેવો વ્યવહાર બંધ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.