ખાસ ધ્યાન રાખો / શિયાળાની ઋતુમાં ન્હાતા સમયે ભૂલથી પણ આ ભૂલ ન કરો, નહીંતર જીવ પણ જઈ શકે છે

શિયાળાની ઋતુમાં ગીઝર જેવી સુવિધા હોવા છતાં કેટલાક લોકો ઠંડા પાણીથી ન્હાતા હોય છે, જે કેટલીક વખત ખતરનાક સાબિત થઈ શકે છે.

News Detail

Bathing Mistakes in Winter: શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ખૂબ જ ઘટી જાય છે ત્યારે દરરોજ નહાવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ગીઝર અથવા હીટિંગ રોડ દ્વારા ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. તેનાથી ન્હાવાનું સરળ બને છે અને જેમને ઠંડા પાણીની તકલીફ હોય છે તેમના માટે આ ખૂબ જ અસરકારક ઉપાય છે. પરંતુ દરેક જણ આવું કરતું નથી જેના કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શિયાળામાં ન્હાતા સમયે વર્તો સાવધાની

શિયાળાની ઋતુમાં ગીઝર જેવી સુવિધા હોવા છતાં કેટલાક લોકો ઠંડા પાણીથી ન્હાતા હોય છે, જે કેટલીક વખત ખતરનાક સાબિત થઈ શકે છે. આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ઠંડા પાણીથી ન્હાવાને કારણે લોકોને બ્રેઈન સ્ટ્રોક થઈ ગયો હોય. ઘણા કિસ્સાઓમાં લોકો મૃત્યુ પણ પામે છે. તેથી જો તમે ઠંડને લઈ સેન્સેટિવ છો, તો ક્યારેય એવી ભૂલ ન કરો જે જીવલેણ સાબિત થઈ શકે.

ગંભીર રોગ છે બ્રેન સ્ટ્રોક

મોટાભાગના સ્વાસ્થ્ય અનુસાર બ્રેઈન સ્ટ્રોકની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ શિયાળાની ઋતુમાં તેનું જોખમ ઘણું વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે તેને ગંભીરતાથી નહીં લો અને બેદરકારી દાખવશો, તો સ્વાભાવિક છે કે તમે ક્યાંક જોખમને આમંત્રણ આપો. એટલા માટે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળો.

બ્રેન સ્ટોકના આ લક્ષણોને ઈગ્નોર ન કરો

તમારે જાણવું પડશે કે શરીર જે સંકેતો આપી રહ્યું છે તે બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો છે કે નહીં, તો જ તમે તાત્કાલિક પગલાં લઈ શકશો અને તમારો જીવ બચાવી શકશો.

  • શરીરનો કોઈ પણ ભાગ સુન્ન થઈ જવો
  • આંખોથી સ્પષ્ટ ન દેખાવું
  • શરીરમા નબળાઈ આવવી
  • માથામાં દુ:ખાવો વધવો
  • ઉલટી અથવા ઉબકાની ફરિયાદો
  • બોલવામાં કે સમજવામાં તકલીફ થવી.
  • મગજમાં રક્તસ્ત્રાવને કારણે બેહોશ થઈ જવું
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • બ્રેનમાં બ્લીડિંગ થવાથી બેહોશ થઈ જવું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.