માત્ર 200 રુપિયાની લાંચ લેવી ભારે પડી, STનો આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કન્ડક્ટરની રજા મંજૂર પેટે ACB ના સકંજામાં

એક રૂપિયો હોય કે લાખો રૂપિયા લાંચ લેવી એ ગુન્હો છે. અને એની વધુ સાબિતી ACB વિભાગે પુરી પાડી છે. ACB ની ટીમે વલસાડ જિલ્લાના ધરમપુર ST ડેપોમાં ફરજ બજાવતા એક કન્ડક્ટરના ઘરે ધાર્મિક વિધિ હોવાથી 2 દિવસની રજા પેટે 200 રૂપિયાની લાંચ માંગનાર આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

News Detail

આ અંગે ACB એ આપેલ વિગતો મુજબ રજા મંજૂર કરવા માટે કંડકટર પાસે રૂ. 200ની લાંચ માંગી હતી. અરજદાર લાંચ આપવા માગતો ન હોવાથી ACBની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે ફરિયાદ વલસાડ ACB પાસે આવતા વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટરને રૂ 200ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ફરિયાદી વલસાડ જિલ્લાના ધરમપુર એસટી ડેપોમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. તેના ઘરે ધાર્મિક વિધી હોવાથી 2 દિવસની રજા લેવાની હોય જે અંગે ફરીયાદી આરોપીને રૂબરૂમાં મળતા આરોપીએ ફરીયાદી પાસે રજા મંજૂર કરાવી આપવા રૂ.200/- ની લાંચની માંગણી કરી હતી અને ફરીયાદીને કહ્યું હતું કે, રજા અરજીનુ ફોર્મ ભરીને લઇને આવો ત્યારે વ્યવહારના રૂ.200/- લેતા આવજો. જે ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.200/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતો. વલસાડ ACBની ટીમે આરોપી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટર રમેશકુમાર રાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પર્વ દરમ્યાન જ ACB એ ST વિભાગના લાંચીયા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.