સિંચાઇ માટે પાણી ન મળતા ખેડૂતોની દયનિય સ્થિતિ,તળાવમાં પાણી નહીં નંખાય તો ભૂખ હડતાલની ચીમકી

ગુજરાતમાં અરવલ્લીના ખેડૂતોએ વિરોધપ્રદર્શન કર્યુ હતુ. અરવલ્લીના પટેલ ઢુંઢા ગામે ખેડૂતોએ તળાવમાં બેસીને રામધૂન બોલાવી ભારે વિરોધ કર્યો હતો. 

સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા તથા આગામી સમયમાં તળાવમાં પાણી નાંખવામાં નહીં આવે તો ખેડૂતોએ ભૂખ હડતાળની ચીમકી પણ આપી છે

છેલ્લા 15 વર્ષથી અમે પાણી માંગીએ છીએ સરકાર પાણી સિવાય રોડ રસ્તા માટે કરોડો ફાળવે છે ત્યારે અમારા ઢોર-ઢાંખર ભૂખે તરસે મરી રહ્યા છે એ તેમને કેમ નથી દેખાતુ? જો સરકાર અમારૂ નહીં સાંભળે તો અમે પણ ચૂંટણીનો બહિષ્કાર કરીશુ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.