બિહારમાં કોરોના કાળ વચ્ચે એમ્બ્યુલન્સ ગોટાળો સામે આવ્યા બાદ હવે રાજકીય મોરચે માહોલ ગરમાઈ રહ્યો છે.એવો દાવો કરવામાં આવ્યો છે કે, સિવાન જિલ્લામાં 7 લાખની એમ્બ્યુલન્સ 21 લાખ રુપિયામાં ખરીદવામાં આવી છે. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય વિરામ કુંવરે મુખ્યમંત્રી નીતિશ કુમારને એક પત્ર પણ લખ્યો છે. એ પછી સિવાનના જિલ્લાધિકારીએ ત્રણ સભ્યોની સમિતિ બનાવીને તપાસ શુ કરી છે.
કોરોના વાયરસની બીજી લહેરમાં બિહારમાં લોકો સારવાર માટે ઠેર ઠેર ભટકી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સની અછતનો મુદ્દો ઉઠ્યો હતો અને હવે એમ્બ્યુલન્સ ખરીદીમાં ગોટાળો સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે ગયા વર્ષે સાત એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી. સાત લાખ રુપિયામાં મળે તેવી એમ્બ્યુલન્સ માટે સરકારે 21 લાખ રુપિયા ચુકવવામાં આવ્યા હતા.
આ જિલ્લો બિહારના આરોગ્યમંત્રીનો પણ હોમ જિલ્લો છે. હવે આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સૂત્રોનુ કહેવુ છે કે, આ ગોટાળાના કારણે બિહારમાં રાજકીય ઘમાસાણ મચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રુડીની ઓફિસ ખાતેથી તાજેતરમાં એમ્બ્યુલન્સો પડી રહેલી મળી હતી. જેના પર આરજેડી નેતા પપ્પુ યાદવે સવાલ ઉઠાવ્યા હતા. તેના થોડા દિવસ બાદ લોકડાઉનના ઉલ્લંઘનનો આરોપ લગાવીને તેમની ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.