પાન-મસાલા અને તમાકુને લઈને નિયમો બદલાયા, 1 એપ્રિલથી થશે 1 લાખ રૂપિયાનો દંડ

Penalty on Tobacco Product Makers: GST દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપનીઓએ 1 એપ્રિલથી GST અધિકારીઓની સાથે પોતાની પેકિંગ મશીનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ગુજરાતમાં તમાકું કેન્સરને આમંત્રણ આપી રહ્યું છે. આમ છતાં બિન્દાસ્ત વેચાય છે. શાળા કોલેજો પાસે ન વેચવાના આદેશો છતાં કોઈ પાલન થતું નથી. પાન મસાલા, તમાકુ અને ગુટકા પ્રોડ્ક્ટ્સ બનાવનાર કંપનીઓ પર 1 એપ્રિલથી ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. GST કાઉન્સિલ દ્વારા આજે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે. GST દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપનીઓએ 1 એપ્રિલથી GST સત્તાવાળાઓ પાસે તેમના પેકિંગ મશીનોની નોંધણી કરાવવી પડશે. જો કોઈ તમાકુ ઉત્પાદન કરનાર કંપની તેની પેકિંગ મશીનરી GST સત્તાવાળાઓ સાથે રજીસ્ટર કરવામાં નિષ્ફળ જાય તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

બિલમાં સંશોધન બાદ લેવાયો નિર્ણય

સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય તમાકુ મેન્યુફેક્ટરિંગ સેક્ટરમાં રેવેન્યૂ લીકેજને રોકવાનો છે. ફાઇનાન્સ બિલ, 2024 એ સેન્ટ્રલ GST એક્ટમાં સુધારા રજૂ કરાયો છે, જે જણાવે છે કે ત્યાં રજીસ્ટર્ડ ન હોય તેવા દરેક મશીન પર 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

 

આખરે શા માટે કરવામાં આવે છે નોંધણી?
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે છેલ્લી બેઠકમાં નિર્ણય લીધો હતો કે પાન મસાલા, ગુટખા અને તેના જેવા ઉત્પાદનો માટેના મશીનોની નોંધણી કરવામાં આવે જેથી અમે તેમની ઉત્પાદન ક્ષમતા પર નજર રાખી શકીએ. મલ્હોત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે ગત વર્ષ સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારાઓ પર કોઈ દંડ વસૂલવામાં આવ્યો નહોતો. હાલમાં આ વખતે કાઉન્સિલે નિર્ણય કર્યો છે કે આ માટે થોડો દંડ થવો જોઈએ. આ કારણસર હવે રજીસ્ટ્રેશન ન કરાવનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં GST કાઉન્સિલે પાન મસાલા અને ગુટખાના વેપારમાં કરચોરીને રોકવા માટે રાજ્યના નાણાં મંત્રીઓની એક પેનલના અહેવાલને મંજૂરી આપી હતી.

રજિસ્ટ્રેશન માટે શરૂ થઈ હતી પ્રોસેસ
GST કાઉન્સિલની ભલામણના આધારે ટેક્સ અધિકારીઓએ ગયા વર્ષે તમાકુ ઉત્પાદકો દ્વારા મશીનોની નોંધણી માટે એક વિશેષ પ્રક્રિયા શરૂ કરી હતી. આ મશીનોની પેકિંગ ક્ષમતા સાથે હાલના પેકિંગ મશીનો, નવા ઇન્સ્ટોલ કરેલા મશીનોની વિગતો ફોર્મ GST SRM-I માં આપવાની રહેશે. જો કે ગયા વર્ષે આ માટે કોઈપણ પ્રકારના દંડ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.