વેબસાઈટ પર ધોરણ-10ના માર્ક્સ મુકવા અપાઇ સૂચના,તમામ આચાર્યને નિયત સમયની અંદર માર્કસ મૂકવા આદેશ

શિક્ષણ વિભાગે ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરાઈ છે. જેના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે આ પદ્ધતિ મુજબ બે ભાગમાં માર્ક્સ આપવામાં આવનાર છે જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે ત્યારે શિક્ષણ વિેભાગે તમામ શાળાઓને વેબસાઈટ પર ઓનલાનઈ માર્ક્સ મુકવાના આદેશ આપ્યા છે.

શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને સુચના આપી આજથી વેબસાઈટ પર ધોરણ 10ના માર્ક્સ મુકવાની સુચના આપી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી 17મી જૂન સુધીમાં તમામ શાળાઓને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ ઓનલાઈન વેબસાઈટ પર મુકવાનું જણાવ્યું છે.

પરીક્ષા સચિવ બી.એ ચૌધરીનીએ તમામ માધ્યમિક શાળાઓના આચાર્યને જણાવ્યું છે કે ધોરણ -૧૦ અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓની આંતરીક મૂલ્યાંકન ગુણ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના ગુણ તથા શાળા કક્ષા વિષયના ગુણ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.8 જૂન 2021ના રોજ સવારે 11 કલાકથી 17 જૂન 2021 ના રોજ સાંજે 5 કલાક સુધીમાં ભરવાના રહશે.

મહત્વનું છે કે રાજ્યની તમામ શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો ઓનલાઈન પ્રારંભ થયો છે. નવા વર્ષમાં વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં જાય પરંતુ ઘરે બેસીને જ અભ્યાસ કરશે. જ્યારે તમામ શાળાઓમાં 100 ટકા સ્ટાફને હાજર રાખવાની સૂચના અપાઈ છે. આમ, ઉનાળું વેકેશન પૂરું થયા બાદ ફરી એકવાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.