નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે.
૧૧ રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરશે એવું સૂત્રોનું કહેવું છે. આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
સોમવારે કામનો દિવસ છે પણ શનિવાર અને રવિવારે રજા છે તેથી સોમવારને સાથે લઈને પાંચ દિવસનું લોકડાઉન લાદી દેવાય તો આ રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવામાં મોટી મદદ મળશે એવો અભિપ્રાય આરોગ્ય નિષ્ણાતોએ આપ્યો છે. મોદી આ મત સાથે સંમત છે તેથી મુખ્યમંત્રીઓ સંમત થશે તો આ નિર્ણય લેવાશે.
છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.