અનુસંધાનકર્તાઓનું કહેવું છે કે ફાઈઝર- બાયોએનટેક અને એસ્ટ્રાજેનેકાના કોરોના વાયરસની રસી ડેલ્ટા વેરિએન્ટની વિરુદ્ધ અસરકારક છે. તેમણે કહ્યું કે સ્કોટલેન્ડમાં કરવામાં આવેલા વિસ્તૃત અધ્યયમાં જોવા મળ્યું કે ફાઈઝર બાયોએનટેક રસી શરીરમાં કોરોનાની સામે લડવા માટે એન્ટીબોડી તૈયાર કરી શકે છે.
ધ લેસેન્ટમાં પ્રકાશિત શોધ પત્રમાં પ્રસ્તુત કરવામાં આવેલ આ નિષ્કર્ષને એવા સમયે રજુ કરવામાં આવ્યુ છે જ્યારે બ્રિટન સરકારે ડેલ્ટા સ્વરુપના મામલામાં સતત વૃદ્ધિના કારણે 21 જૂન સુધી લોકડાઉન પ્રતિબંધોને હજું ચાર અઠવાડિયા માટે વધારવાનો વિચાર કરી રહી છે
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડને પોતાના તાજા વિશ્લેષણમાં કહ્યુ કે પીએચઈનું નવુ અધ્યયન જણાવે છે કે ડેલ્ટા વેરિએન્ટ આલ્ફા વેરિએન્ટની સરખામણીમાં લગભગ 60 ટકા વધારે સંક્રમક છે. તમામ વિસ્તારોમાં ડેલ્ટાના મામલામાં વૃદ્ધિ દર ઉચો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.