જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પાસે છે એક સરસ ઓફર,જાણો…

તાજેતરમાં Poco X3 પ્રો (Poco X3 Pro) સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. Poco X3 પ્રો ફોનની પ્રારંભિક કિંમત 18,999 રૂપિયા છે. કંપનીએ આ ઇવેન્ટમાં પોકો એફ 1 સ્માર્ટફોન માટે વિશેષ ઓફર શરૂ કરી છે.

આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ (EMI) ટ્રાન્ઝેક્શન પર 1000 રૂપિયાની વધારાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Poco એફ 1 વપરાશકર્તાઓ નવા ફોનમાં અપગ્રેડ કરી શકે છે અને આ માટે તેમને ફક્ત 10,999 રૂપિયા ખર્ચ કરવા પડશે. ખરેખર, તમે પોકો X3 પ્રો સ્માર્ટફોન 10,999 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.

Poco X3 પ્રો સ્માર્ટફોનમાં 6.7 ઇંચની FHD+ LCD ડિસ્પ્લે છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 240 હર્ટ્ઝ ટચ રિસ્પોન્સ, 45 નાઇટ બ્રાઇટનેસ અને ગોરીલા ગ્લાસ 6 પ્રોટેક્શન સાથે આવે છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર છે, જે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં 5,160mAhની બેટરી અને 33Wનું ચાર્જિંગ છે. સ્માર્ટફોનમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ છે, જેનું મુખ્ય લેન્સ 48 એમપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.