તાંબાના વાસણમાં પાણી પીવું, ભોજન કરવું, ભોજન બનાવવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. તાંબાના ગ્લાસમાં આખી રાત પાણી ભરીને સવારે પીવાથી પણ કેટલાય લાભ થાય છે. પરંતુ કેટલાક એવા પીણાં અને ખાદ્ય પદાર્થ છે, જેનું સેવન ભૂલથી પણ તાંબાના ગ્લાસ અથવા વાસણમાં ન કરવું જોઇએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો, તે ડ્રિન્ક્સ અને વસ્તુઓ વિશે જેને તાંબાના વાસણમાં ખાવા-પીવાથી ટાળવું જોઇએ.
છાશ પીવાનું ટાળો
છાશ દહીંમાંથી તૈયાર થાય છે અને દહીં તથા છાશનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પરંતુ જ્યારે તમે તાંબાના ગ્લાસમાં છાશ પીઓ છો ત્યારે સ્વાસ્થ્યને ફાયદો પહોંચવાની જગ્યાએ તમને કેટલાય પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. છાશમાં રહેલાં ગુણ તાંબા સાથે મળીને રિયેક્ટ કરી શકે છે. તાંબાના ગ્લાસમાં જ્યારે તમે છાશ નાંખો છો અને તેને થોડીવાર તેમાં જ રહેવા દો છો તો છાશમાં રહેલાં ગુણોનું અસ્તિત્ત્વ ઘટી જાય છે જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઇ લાભ પહોંચતો નથી.
ખાટી વસ્તુઓને તાંબામાં ન રાખશો
ખાટી વસ્તુઓ જેવી કે કોઇ કાપેલું ખાટું ફળ, અથાણું, સોસ, ઘરની બનેલી ચટણી, મુરબ્બો વગેરેને તાંબાના વાસણમાં રાખવાનું ટાળો. આ પ્રકારની ખાટી વસ્તુઓ તાંબા સાથે મળીને રિયેક્શન કરી શકે છે. તેનાથી તમને ઉલ્ટી, ઉબકાની સમસ્યા, વિકનેસનો અનુભવ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. મોડા સુધી આ ખાટી વસ્તુઓને જ્યારે તમે તાંબાના વાસણમાં રાખી મુકો છો અને ખાઓ છો ત્યારે તમને કોપર પૉઇઝનિંગની સમસ્યા પણ થઇ શકે છે.
લીંબૂ પાણી તાંબાના ગ્લાસમાં પીવાનું ટાળો
મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે સવારે લીંબૂ પાણી પીતા હોય છે. પરંતુ, તાંબાના ફાયદા મેળવવા માટે જો તમે લીંબૂ પાણીને કૉપર ગ્લાસમાં નાંખીને પીઓ છો તો તે નુકશાનકારી સાબિત થઇ શકે છે. લીંબૂમાં એસિડ હોય છે. આ એસિડ તાંબાની સાથે મળીને સ્વાસ્થ્ય પર ઊંધી અસર કરી શકે છે. તાંબાના ગ્લાસમાં લીંબૂ પાણી પીવાથી તમને ગેસ, પેટનો દુખાવો, ઉલ્ટી વગેરે જેવી સમસ્યા શરૂ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.