તમિલનાડૂ સરકારે વધુ 10 દિવસ માટે લંબાવ્યું લોકડાઉન, આ વખતે આપી છે થોડી ઘણી ઢીલ.

તમિલનાડુ સરકારમાં લૉકડાઉન 14 જૂન સવારના 6 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યના ઘણા જીલ્લાઓમાં લૉકડાઉનમાં અમુક છૂટછાટ આપવામા આવી છે. સરકારે ચેન્નાઈમાં પ્રતિબંધોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.

તમિલનાડુના મોટાભાગના જીલ્લામાં કોરોના કેસ ઘટી રહ્યાં છે, પરંતુ કોઈમ્બતૂર, નમક્કલ, તિરુવરુર, નાગાપટ્ટનમ સહિતના 11 જીલ્લામાં હજુ પણ કેસ ઘટી રહ્યાં નથી. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કહ્યું કે, લોકોની જરૂરિયાતોને ધ્યાને રાખતા છૂટ આપવામા આવી છે.

તમામ જીલ્લામાં કરિયાણા, શાકભાજી અને માંસાહાર સાથે જોડાયેલ દુકાનો સવારે 6 થી સાંજના 5 સુધી ખુલી રાખી શકાશે. અન્ય દુકાનો પણ આ સમયગાળા દરમિયાન જ ખોલી શકાશે. તમામ સરકારી ઓફિસો 30 ટકા કર્મચારીઓની ક્ષમતા સાથે ખુલશે.

https://www.youtube.com/watch?v=83wYVk7xS9g

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.