હવામાન વિભાગ મુંબઈના ઉપમહાનિદેશક કેએસ હોસાલિકરે ટ્વિટ કર્યું કે ચોમાસુ અરબ સાગરની તરફ વઘી રહ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં ચોમાસુ દાખલ થવાની શક્યતાઓ આજે જોવા મળી રહી છે.
આગામી 2થી 3 દિવસમાં કોંકણ અને ગોવાના કેટલાક ભાગમાં ચોમાસું સક્રિય થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાણે, રાયગઢ, દક્ષિણ કોંકણ, પુણે, કોલ્હાપુરમાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે કેરળમાં ચોમાસું બે દિવસ મોડું પહોંચ્યું છે.
2 દિવસના અંતરે દક્ષિણ- પશ્ચિમ મોનસુન ગુરુવારે કેરળમાં દસ્તક દઈ ચૂક્યું છે. દેશમાં 4 મહિનાની વરસાદની સીઝનની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના આધારે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂને થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.