કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચ રાજ્યોની ચૂંટણીમાં જનસભાઓ ગજવી રહ્યા છે ત્યારે ગુરુવારે તમિલનાડુના પ્રવાસ દરમિયાન રાત્રે અચાનક તેઓ રોડસાઈડ એક હોટલમાં આવી પહોંચ્યા અને ડિનર લીધું.
પૂડુંચેરીમાં રોડશો અને રેલી કર્યા બાદ તેઓ તમિલનાડુપહોંચ્યા જ્યાં તેમણે જનસભા અને રોડ શો કર્યા. આખા દિવસના વ્યસ્ત કાર્યક્રમ બાદ તેઓ રાત્રે એક સામાન્ય માણસની જેમ હોટલમાં પહોંચ્યા હતા.
અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીની માતા વિરુદ્ધ DMK નેતા એ રાજા દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ DMK પર નિશાન સાધ્યું હતું.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે તેમણે કહ્યું કે રાજાના નિવેદનથી સ્પષ્ટ છે કે પાર્ટી મહિલાઓનું સન્માન નથી કરતી.
તેમણે કહ્યું, ‘મેં DMK નેતા એ રાજાનું નિવેદન જોયું. તેમણે મૃત મહિલા સામે જે પ્રકારનું નિવેદન આપ્યું છે, મને લાગે છે કે તેની અંદર મહિલાઓ પ્રત્યે કોઈ આદર નથી અને તેઓ કોઈપણ કિંમતે આ ચૂંટણી જીતવા માંગે છે. ‘ ભાજપ નેતાએ કહ્યું કે, ‘અગાઉ પણ DMK એ જયલલિતાજી વિરુદ્ધ આવી ખરાબ ટિપ્પણીઓ કરી હતી
ભાજપના સાથી AIADMK ના નેતા અને રાજ્યના CM પલાનીસ્વામીની માતા સામે રાજાની કથિત વાંધાજનક ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કથિત ભ્રષ્ટાચાર અને રાજવંશના રાજકારણ માટે કોંગ્રેસ અને DMK પર પણ નિશાન સાધ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.