તંદુરસ્ત કિડની માટે મહિલાઓએ આ આદતોથી દૂર રહેવું જોઇએ

કિડનીનું મુખ્ય કામ શરીરમાં પાણીના પ્રમાણને સંતુલનમાં રાખવાનું છે. કિડની શરીરમાં મીઠા અને પાણીના પ્રમાણને રેગ્યુલેટ કરે છે. આ ઉપરાંત વધારે પાણીને ફિલ્ટર કરતા શરીરમાં કેમિકલ બેલેન્સ બનાવી રાખવાનું છે. કિડનીનો શરીરમાં મહત્ત્વનો રોલ હોય છે. એટલા માટે તેની દેખરેખ કરવી વધારે જરૂરી બની જાય છે. પરંતુ આજકાલની ખોટી લાઇફસ્ટાઇલ અને ખોટી આદતોના કારણે કિડની પર ખરાબ અસર પડવા લાગે છે. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની ઘણી ખરાબ અસર થાય છે. જાણો, આ પ્રકારની જ કેટલીક આદતો વિશે…

યૂરિન રોકીને રાખવું 

ઘણી બધી મહિલાઓ જાણતી નથી કે આપણું બ્લેડર લગભગ બે કપ લિક્વિડને ત્રણથી ચાર કલાક સુધી હોલ્ડ કરીને રાખી શકે છે. પરંતુ કેટલીક મહિલાઓને પબ્લિક બાથરૂમમાં જવામાં પરેશાની થવાને કારણે તે વધુ સમય સુધી યૂરીનને રોકીને રાખે છે. આમ કરવું તમારી કિડની માટે નુકશાનકારી સાબિત થઇ શકે છે. તેનાથી યૂટીઆઇ થઇ શકે છે, પેલ્વિક એરિયાના મસલ્સને નુકશાન, કિડનીની પથરી અને ઘણુ બધુ થઇ શકે છે.

પર્યાપ્ત પાણી પીવાનું ટાળવું

આપણા અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે આપણા શરીરને હાઇડ્રેટ કરવું ખૂબ જ જરૂરી હોય છે. પાણી બોડીમાં રહેલ ટૉક્સિનને બહાર નિકાળવામાં હેલ્પ કરે છે અને તેનાથી કિડની માટે તમારા સિસ્ટમને સાફ કરવી સરળ બની જાય છે. પરંતુ જો તમે પર્યાપ્ત પાણી નથી પીતા તો તમને યૂટીઆઇ અને કિડનીની પથરી થવાનું જોખમ રહે છે. એટલા માટે દિવસમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઇએ.

આલ્કોહોલ અને સ્મોકિંગ

સિગરેટ પીવાથી આપણી કિડનીના ટૉક્સિન્સને ફિલ્ટર કરવું મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત દારૂ ડિહાઇડ્રેશનનું કારણ બને છે અને તરલ પદાર્થોને સંતુલિત કરવાની કિડનીની ક્ષમતાને નુકશાન પહોંચે છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે.

લાંબા સમય સુધી બેસી રહેવું

કદાચ તમને આ સાંભળીને થોડુક વિચિત્ર લાગી રહ્યુ હશે, પરંતુ આ હકિકત છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી અને એક્સરસાઇઝ ન કરવાથી કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે. તમે કોઇ પણ પ્રકારની એક્સરસાઇઝ કરીને પોતાના હાર્ટના મસલ્સને સ્વસ્થ રાખી શકો છો જેનાથી કિડનીને પોતાના કાર્યો કરવામાં ફાયદો થાય છે.

સોડિયમથી ભરપૂર ફૂડ અને રેડ મીટ

કિડનીને હેલ્ધી રાખવા માટે સોડિયમનું વધુ પ્રમાણ ધરાવતા ફૂડ્સ ખાવાનું ટાળવું જોઇએ. આમ ન કરવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે અને તમારા હાથ, પગમાં સોજો આવી શકે છે. આ ઉપરાંત ક્યારેક ક્યારેક રેડ મીટ ખાવું યોગ્ય રહે છે પરંતુ રેગ્યુલર ખાવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. બીજા વિકલ્પોના રૂપમાં તમે માછલી અથવા વ્હાઇટ મીટ ટ્રાય કરી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.