અમદાવાદ બોમ્બબ્લાસ્ટ ના માસ્ટરમાઇન્ડ સફદર નાગોરી ની ટણી કહ્યું અમારા માટે ભારત ના બંધારણનું કોઈ મહત્ત્વ નથી !!

અમદાવાદ સિરિયલ બોમ્બબ્લાસ્ટ નો ચુકાદો આવતા હવે તેની સાથે સંકળાયેલા તત્વો ના નિવેદન પણ સામે આવી રહયા છે અને બોમ્બબ્લાસ્ટ ના માસ્ટરમાઈન્ડ સફદર નાગોરી ભોપાલ ની જેલ માં બંધ છે તેની પ્રતિક્રિયા સામે આવી છે તેણે બેફિકરાઇ થી કહ્યું દેશ ના બંધારણ થી કોઈ ફર્ક પડતો નથી.

જે 38 આતંકવાદીને ફાંસીની સજા ફટકાવવામાં આવી છે તે પૈકી સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા ના 6 આતંકવાદી ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે જેમાં અમદાવાદ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે અને ફાંસીની સજાના સમાચાર સાંભળ્યા બાદ નાગોરી બિલકુલ સામાન્ય અને ચિંતામુક્ત દેખાતો હતો. તેણે જેલના અધિકારીઓ ને કહ્યું કે બંધારણ અમારા માટે કોઈ જ મહત્ત્વ ધરાવતું નથી, અમે ફક્ત કુરાનના નિર્ણયોને જ માનીએ છીએ.

નાગોરી ઉજ્જૈનના મહિદપુર ગામનો રહેવાસી છે. તેનો પિતા ક્રાઈમ બ્રાંચનો આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર હતો. વર્ષ 2001માં SIMI પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ નાગોરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ઉજ્જૈન મહાકાલ પોલીસ સ્ટેશનમાં નાગોરી સામે 1997માં પ્રથમ કેસ નોંધાયો હતો. તેને 11 ડિસેમ્બર,2000ના રોજ ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો હતો.

દેશભરમાં નાગોરી સામે 100થી વધારે ગુનાહિત કેસ નોંધાયા છે. વર્ષ 2008માં અમદાવાદમાં જે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા તેનો તે માસ્ટરમાઈન્ડ હતો. 26 જુલાઈ 2008ના રોજ થયેલા વિસ્ફોટોમાં 57 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ ષડયંત્રનો નાગોરીની મોટી ભૂમિકા ભજવી હતી અને નાગોરીને પોલીસે 26 માર્ચ 2008ના રોજ ઈન્દોર સંયોગિતાગંજના એક ફ્લેટમાંથી ધરપકડ કરાઈ હતી. અત્યારે તે ભોપાલની જેલમાં SIMIના 24 આતંકવાદી સાથે બંધ છે.આમ નાગોરી બિન્દાસ નજરે પડ્યો હતો અને બોમ્બબ્લાસ્ટ ના ચુકાદા થી કોઈ ફર્ક જણાતો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.