તનિષ્ક કંપનીએ લોન્ચ કરેલી એક જાહેરખબરને લઈને ખાસો વિવાદ થઈ ગયો છે.સોશ્યલ મીડિયા પર લોકો આ જાહેર ખબર જોઈને ભડકી ઉઠ્યા છે અને તેનો બોયકોટ કરવાની માંગણી કરી રહ્યા છે.ભારે વિવાદ થયા બાદ હવે કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી લેવી પડી છે.
દરમિયાન આ મુદ્દે અભિનેત્રી કંગનાએ પણ નિશાન સાધ્યુ છે.આ જાહેરખબર માટે તેણે કહ્યુ છે કે, તે બહુ ખોટી રીતે રજૂ કરાઈ છે.જેમાં દર્શાવાયુ છે કે, એક હિન્દુ યુવતી અન્ય ધર્મના પરિવાર સાથે રહે છે અને તેને સ્વીકાર ત્યારે કરવામાં આવે છે જ્યારે તે બાળકને જન્મ આપવાની હોય છે.તો શું એ માત્ર બાળકો પેદા કરવાનુ મિશન છે.આ જાહેરખબર લવ જિહાદને જ નહી પણ રંગભેદને પણ પ્રોત્સાહન આપે છે.
તેણે વધુમાં કહ્યુ હતુ કે, ક્રિએટિવ આતંકવાદીઓથી હિન્દુઓએ સતર્ક રહેવાની જરુર છે.જે વિચારો આપણા મગજ પર થોપવામાં આવી રહ્યા છે તેની સામે સાવચેત રહેવાની જરુર છે.આવી દરેક વાતની તપાસ, ચર્ચા અને મુલ્યાંકન કરવુ પડશે તો જ આપણી સભ્યતા બચી શકશે.
સોશ્યલ મીડિયા પર પણ લાખો લોકોએ જાહેરખબરની ટીકા કરી છે.આમ તનિષ્ક કંપની પર ભારે માછલા ધોવાયા બાદ કંપનીએ જાહેરખબર પાછી ખેંચી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.