ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ડિજિટલ પ્લેટફોર્મ પર, એમટીવી નિષેધ અલોન ટુગેધરની વેબ સિરિઝમાં દેખાશે

– ટીબીના રોગ સામે લોકજાગૃતિ કેળવવાનો ઉદ્દેશ

ભારતની ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઝુકાવી રહી હોવાની જાણકારી મળી હતી.

ટ્યુબરક્લોસીસ (ટીબી)ની બીમારી વિશે લોકજાગૃતિ કેળવવા બની રહેલી એક વેબ સિરિઝમાં સાનિયા ચમકશે. એમટીવી નિષેધ અલોન ટુગેધરમાં સાનિયા ચમકશે.

આ એક કાલ્પનિક સિરિયલ હશે એવું સાનિયાએ કહ્યું હતું. એણે કહ્યું કે આપણા દેશમાં ટીબી એક બહુ જૂનો રાજરોગ છે, કેટલાક કિસ્સામાં તો ત્રીસ વર્ષના યુવાનોમાં પણ ટીબી જોવા મળ્યો છે. ટીબી વિશેની ગેરસમજો દૂર કરીને એની સારવાર અંગે તેમજ એનાથી બચવાની જરૂરિયાત સમજીને લોકશિક્ષણન ભાગ રૂપે આ સિરિયલ બનાવવાનો એના સર્જકોનો હેતુ હતો.

આ એક સંદેશાત્મક સિરિયલ હશે. જે ચીજો કે પરંપરાઓ દેશને નુકસાન પહોંચાડી રહી હતી એવી તમામ સમસ્યાઓ તરફ યુવા પેઢી સજાગ અને સંવેદનશીલ છે. આ કન્સેપ્ટ મને ગમ્યો એટલે મેં સિરિયલ કરવાની હા પાડી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.