હાલ આખું વિશ્વ કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં જ પશ્ચિમ બંગાળના તારાપીઠમાં ઉપયોગ કરીને પીપીઈ કીટ મોટી સંખ્યામાં એક હોટેલની બહાર મળતા હાહાકાર મચી જવા પામ્યો હતો.
જ્યાંથી પીપીઈ કીટ મળી છે તેની બાજુમાં જે હોટેલ કે તેને થોડા દિવસ પહેલા પ્રસાશન દ્વારા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બદલી દેવામાં આવ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે,તારાપીઠ મંદિરની આસપાસ વાયરસનું સંક્ર્મણને લઈને સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ સ્ક્રીનિંગ કરનાર ડોકટરો પીપીઈ કીટને રસ્તા પર છોડી દીધી હતી.
હોટેલમાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દેશના અલગ-અલગ હિસ્સામાંથી 65 લોકોની તપાસ કર્યા બાદ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જેમાં વધુ પડતા પ્રવાસી છે. હવે કોરોના વાયરસના લક્ષણોની સાથે-સાથે લોકોને ફરિયાદ કરતા પ્રસાશન ઊંધે માથે થયું છે.
જે ડોકટરોએ તપાસ કરી હતી તેને રામપુર હાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્ક્રીનિંગ માટે મોકલવામા આવ્યા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, આઇસોલેશન સેન્ટરની બાજુમાં જ ઉપયો કરેલી પીપીઈ કીટ છોડી દેવામાં આવી હતી. હવે આઇસોલેશનમાં રહેલા લોકોએ કોરોનના લક્ષણો મળ્યા બાદ સ્થાનિક લોકો ગુસ્સામાં હોય કાયઁવાહીની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.