રાજ્યમાં ઠેરઠેર દારૂના અડ્ડા અને જુગારધામનો રાફડો ફાટ્યો છે આંતરે દિવસે જનતા રેડ કે, પોલીસ રેડના કિસ્સા સામે આવે છે ત્યારે સુરતમાં તો પોલીસ સ્ટેશનનની હદમાં જ જુગાર ધામ ધમધમે છે આ ઘટનો વીડિયો સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ હતી.
રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં ઠેરઠેર તંત્રની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને જુગારના અડ્ડા પણ ધમધમે છે આ અમે નથી કહેતા આ સુરતનો વાઈરલ થયેલો વીડિયો કહે છે.સુરતમાં દિવાળ તળે અંધારૂ જેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં ચોકબજાર પો.સ્ટેનની હદમાં દુષણનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.
સુરતના ચોકબજારમાં ખુલ્લેઆમ જુગારનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો આનંદ કોલેજની નજીકનો હોવાનું પ્રાથમિક નજરે માલૂમ પડી રહ્યુ છે. ચકલી-પોપટ, લાલ-કાળીનો જુગાર રમતો વીડિયો સોશિયલ વાઈરલ થઈ રહ્યો છે. એક મહિલા દ્વારા ખુલ્લેઆમ જુગાર રમાડાઇ રહ્યો છે.
થોડાદિવસો પહેલા જ ચોકબજારના PI થયા સસ્પેન્ડ હતા. વિઝીલન્સની રેડને પગલે P.I સસ્પેન્ડ થયો છે. ત્યારે ફરી એકવાર એ જ પોલીસ સ્ટેશનની હદમાં જૂગાર ધામ ધમધમતા લોકોમાં તંત્ર પ્રત્યેનો રોષ વધુને વધુ જોવા મળી રહ્યો છે. કાયદા ખાલી સામાન્ય માણસોને ટ્રાફિકના નિયમો પળાવવા માટે જ છે? દારૂ, જુગારના અડ્ડા ધમધમે એ રીઢા ગુનેગારો માટે સરકાર કંઈ નહી કરે? નાક નીચે ચાલતુ જુગારધામ પોલીસને નહીં દેખાતુ હોય? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.