સુરતમાં ડમ્પિંગ સાઇટ પર ટ્રેક્ટરે મહિલા પર કચરો ઠાલવ્યો,અને બુલડોઝરે ઊંચકી બીજા સ્થળે દાટી દીધી જેથી બહેન શોધતી રહી ને બૂમાબૂમ થતાં બચાવી.
મહિલાને ડમ્પિંગ સાઈટ પરથી જીવતી બહાર કઢાઈ હતી, હવે તે સ્વસ્થ છે.
કચરો વીણતી મહિલા પર ટ્રેક્ટરચાલકે ભૂલમાં કચરો ઠાલવી દીધો હતો
રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો. તેને પણ આખો કચરો ઊંચકીને કચરાના મોટા ઢગલા પર ફેંકી દીધો હતો. એ સમયે રજનીબેને શંકા ગઈ કે કદાચ નીતાબેન કચરાની નીચે દબાઈ ગયાં હશે. તેથી તેણે બૂમાબૂમ કરી હતી. લોકો ભેગા થયા હતા. કચરો ખસેડતા જ દસેક મિનિટ થઈ ગઈ હતી. કચરામાંથી નીતાબેનને રેસ્ક્યૂ કરાવામાં આવ્યા હતાં.
સુરતના અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલી એસએમસીની ડમ્પિંગ સાઇટ પાસે કચરો વીણતી મહિલા પર કચરાવાળાએ કચરો નાખી દીધો હતો. ત્યાર બાદ જેસીબીએ કચરા સાથે મહિલાને પણ ઊંચકીને કચરાનો મોટા ઢગલા પર નાખી દીધી હતી. ત્યાર બાદ આ મહિલાને લોકોએ કચરામાંથી શોધીને બહાર કાઢી હતી.
અમરોલીના સ્થાનિક હસમુખ પરમારે જણાવ્યું હતું કે સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ આવેલી છે. ત્યાં બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણતી હતી. આ સમયે એક ટ્રેક્ટર-ડ્રાઇવર અને મજૂરો કચરો નાખવા આવ્યા હતા. જેમણે જગ્યા જોયા વિના જ કચરો નાખી દીધો હતો, જેની નીચે નીતાબેન દબાઈ ગયાં હતાં.
નીતાબેનને તાત્કાલિક સ્મિમેરમાં ખસેડામાં આવ્યા હતાં. બે કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયાં હતાં. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.