– અભિનેત્રીએ આ માટે 15 કિલો જેટલું વજન પણ ઘટાડયું છે
તનુશ્રી દત્તા હાલ લાંબા સમયથી રૂપેરી પડદાથી ગાયબ છે. પરંતુ મી ટૂ મુવમેન્ટમાં નાના પાટેકરે જાતીય શોષણ કર્યાનો આરોપ મુકીને ચર્ચામાં રહી હતી. આ પછી તે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થઇ ગઇ હતી. હવે તેણે સોશિયલ મીડિયા પર એક પોતે બોલીવૂડમાં પાછી ફરી રહી હોવાની જાણકારી આપી છે.
તનુશ્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,ઇન્ડસ્ટ્રીમાંના થોડો ખરાબ લોકો અને પરેશાનીઓના કારણે તે પોતાનો રસ્તો ભૂલી ગઇ હતી. પરંતુ હવે તે અભિનય કારકિર્દીમાં પાછી ફરવા માંગે છે. તેણે આ માટે ૧૫ કિલો જેટલું વજન ઘટાડયું છે અને સાથે તસવીર પણ પોસ્ટ કરી રહી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, તનુશ્રીએ બોલીવૂડમાં ફરી સક્રિય થવાની પૂરી તૈયારી કરી લીધી છે.
પોતાની પોસ્ટમાં તનુશ્રીએ લખ્યું છે કે, હું લોસ એન્જલસમાં આઇટીની નોકરી રહી છું એવા સમચાાર હતા. પરંતુ હું આઇટીની ટ્રેનિંગ લઇ રહી હતી અને યૂએસ સરકારની ડિફેન્સ સેકટરમાં સારી નોકરી મળવાની તક પણ હતી. પરંતુ એક કલાકાર હોવાથી હું મારી કારકિર્દી ફરી શરૂ કરવા માંગુ છું. હું દિલથી આર્ટિસ્ટ છું અને ઇન્ડસ્ટ્રીના થોડા ખરાબ કલાકારોના કારણે મારી એકટિંગ કારકિર્દી છોડી શકુ નહીં.
બોલીવૂડ અને મુંબઇમાં મારી ગુડવિલ છે તેથી હું ભારત પાછી ફરવાની છું. અહીં થોડો સમય રહીશ અને થોડા મનગમતા પ્રોજેક્ટ પર કામ કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.