પવિત્ર રિશ્તા, બહૂ હમારી રજનીકાંત, બેપનાહ પ્યાર અને મધુબાલા જેવાં ઘણાં મોટા મોટા ટીવી શોનો ભાગ રહેલી તન્વી ઠક્કર (Tanvi Thakkar) તેનાં બોયફ્રેન્ડ અને ટીવી એક્ટર આદિત્ય કાપડિયા (Aditya Kapadia)ની સાથે 16 ફેબ્રુઆરીનાં લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે.
જે બાદ બુધવારે કપલે વેડિંગ સેરેમની સાઉથ મુંબઇની એક ફાઇવસ્ટાર હોટલમાં કરી હતી જેમાં ગણતરીનાં મહેમાન જ હાજર હતાં
તન્વી અને આદિત્યની પહેલી મુલાકાત ટીવી શો એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ.. નાં સેટ પર થઇ હતી. કેટલોક સમય એકબીજાને ડેટ કર્યા બાદ કપલે 24 ડિસેમ્બર 2013માં સગાઇ કરી લીધી હતી.
તન્વીનાં પિતાનું થોડા મહિના પેહલાં જ નિધન થયુ હતું આ જ કારણે તેમણે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્નનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.