કોરોના વાયરસના વધી રહેલા દર્દીઓ વચ્ચે મોદી સરકારના રાજ્ય કક્ષાના હેલ્થ મિનિસ્ટરે આશ્ચર્યજનક દાવો કરતા કહ્યુ છે કે, સવારે 11 થી 2 વાગ્યા સુધી તાપમાં ઉભા રહેવાના કારણે શરીરમાં લાગેલો કોઈ પણ પ્રકારનો ચેપ દુર થઈ જાય છે.
રાજ્યકક્ષાના મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યુ હતુ કે, કોઈ પણ જાતનો પેનિક કરવાની જરુર નથી.સરકાર તરફથી યોગ્ય પગલા ભરવામાં આવી રહ્યા છે. હું તમામને અપીલ કરુ છું કે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી તાપમાં ઉભા રહો અને તેનાથી તમામ ચેપ દુર થશે અને શરીર પણ સ્વસ્થ રહેશે.
તેમણે દાવો કર્યો હતો કે, જેટલા પણ કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેમાંથી મોટાભાગના હવે સાજા થવાની તૈયારીમાં છે. સરકારે સેમ્પલ ટેસ્ટ કરવા માટે 10 લાખ કીટ મંગાવી છે. પ્રાઈવેટ હોસ્પિટલ અને લેબોરેટરીને પણ તૈયાર રહેવા કહેવાયુ છે. કોરોનાની સારવાર માટેના સાધનોની ખોટ નથી.સરકાર તરફથી તમામ ખાનગી ઓફિસોને પણ કહેવાયુ છે કે, સ્ટાફને ઘરેથી કામ કરવાના આદેશ આપે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.