સરકારે 8 નવેમ્બર 2016માં કાળા નાણાંને રોકાવા અને આતંકી ફંડિગ પર નિયંત્રણ લગાવવા માટે 500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે લોકોને તક આપી હતી કે તે બંધ થયેલા નોટોને પોતાના બેંક અકાઉન્ટમાં જમા કરાવી શકે છે…..
અનેક ઈનપુટના આધાર પર તપાસ એજન્સીઓને ગેરકાયદેસર રુપે નવી નોટોમાં જમાખોરીનો મામલાની પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ રીતે તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકને કહેવામાં આવ્યુ છે કે આવનારા આદેશ સુધી નોટબંધીના સમયના સીસીટીવી રેકોર્ડિંગને નષ્ટ ન કરે.
RBI તરફથી જારી એક સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પડેલા અનેક પેન્ડિંગ મામલાને જોતા તમને સલાહ આપવામાં આવી રહી છે કે નેક્સ આદેશ સુધી 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની બ્રાન્ચો અને કરન્સી ચેસ્ટની સીસીટીવી રેકોર્ડિંગ આવનારા આદેશ સુધી સુરક્ષિત રાખે. રિઝર્વ બેંકે ડિસેમ્બર 2016માં બેંકને બેક શાખાઓ અને કરેન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટીવી ફુટેજને સંરક્ષિત કરવા માટે એક આદેશ આ પહેલા પણ આપવામાં આવ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.