તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બહારીમાં, 23 કાગડા અને 2 બગલાના થયા મોત

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બહારીમાં 23 કાગડા અને 2 બગલાના મોત થયા હતા. ભરૂચ જિલ્લામાં પણ પોલ્ટ્રીફાર્મ પર સર્વે શરૂ કરી દેવાયો છે.

વન વિભાગની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી પંચકયાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકામાં ૨ દિવસ પહેલા મોટી સંખ્યામાં મરઘાઓનાં મોતની ઘટના બાદ શુક્રવારે બુહારીનાં વીરપોરમાં  ૨૩ જેટલાં કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ જેટલાં પક્ષી છેલ્લા ૧૭ કલાકમાં ટપોટપ મૃત્યુ પામતાં સ્થાનિક તાપી જિલ્લાનાં પશુ ચિકિત્સકો તો ઠીક સુરતનાં પશુ રોગ અન્વેષણની ટીમે પણ તાપી જિલ્લામાં તપાસ માટે ધામો નાંખ્યો હતો.

ભરૂચ જિલ્લામાં જુદા-જુદા તાલુકા દીઠ 5-5 ટીમ સર્વે માટે ઉતારી છે. જેઓ 168 જેટલા રજીસ્ટર્ડ પોલ્ટ્રીફાર્મ પર જઈ સર્વે કરશે. હાલમાં 153 ફાર્મસ્ પર 3,87,900 પક્ષી આવેલા છે તેનો સર્વે આ ટીમ દ્વારા કરવામાં આવશે.

નાયબ પશુપાલક નિયામક એન.વી દવેએ જણાવ્યું હતું કે બારડોલીમાં મૃત હાલતમાં મળેલા 15 કાગડાની બોડી ડિમ્પોઝ થઈ ગઈ હતી. જેમના મોત ચાર દિવસ પહેલા થયા હોવાનું અનુમાન છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.