શનિવારે ફરી તાપમાનમા ફેરફાર થતા, ઠંડીમા થઈ રાહત

ઉત્તર ભારતમા હિમવર્ષાના પગલે ભાવનગરમા ઠંડીનો પંજો ફરી વળ્યો હતો. દરમિયાન શનિવારે ફરી તાપમાનમા ફેરફાર થતા ઠંડીમા રાહત થઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસોમા ફરી ઠંડીનુ સામ્રાજ્ય છવાઈ જવાની આગાહી કરવામા આવી છે.

લઘુતમ તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી ઉપર સરકીને ૧૫.૯ ડિગ્રીએ પહોંચતા ઠંડીનુ મોજુ હળવુ બન્યુ હતુ. છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ૧૩ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહ્યા બાદ શનિવારે પારો ૧૫ને પાર કરીને ૧૫.૯ ડિગ્રીને આંબી ગયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન પણ અશંતઃ વધીને ૨૮.૩ ડિગ્રીએ પહોંચ્યુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.