તાપસી પન્નુએ એક ઇંટરવ્યૂમાં કરી હતી ખૂલીને વાત ,નાણાંમંત્રી નિર્મલા સિતારમનનો માન્યો હતો આભાર

મહત્વનું છે કે હાલમાં જ થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ કર ચોરીઓના આરોપસર પૂણેની એક હોટેલમાં આ બંનેની પૂછપરછ પણ કરી હતી, તેથી અભિનેત્રીએ તેના હાલના એક ઇંટરવ્યૂમાં આ દરોડા બાબતે ખુલાસો કર્યો હતો.

  • નાણાંમંત્રી નિર્મલા સિતારમનનો આભાર પણ માન્યો હતો 
  • ૨૦૧૩ની રેડના મામલે નાણાંમંત્રીના નિવેદનને નકારી દીધું

NDTV સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે આ રેડ દરમિયાન તેને જેટલા પણ સવાલો પૂછવામાં આવ્યા હતા, તે બધાના તેણે જવાબો આપ્યા હતા

આ મુદ્દે વાતચીત કરતાં તાપસી પન્નુએ કહ્યું હતું કે જ્યારે પણ આવકવેરા વિભાગની રેડ પડે છે, ત્યારે તમારી પાસે કોઈ પણ વિકલ્પ નથી હોતો, અને તમારે આ આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જો કઈં પણ ખોટું થયું છે, તો તમને ખબર પડી જ જશે, અને હું કઈં પણ સંતાડતી નથી, જો મેં કઈં પણ ખોટું કર્યું છે તો હું આ મામલે સજા ભોગવવા તૈયાર છું.

અભિનેત્રીઆ મામલે વધુમાં જણાવ્યું હતું કે હું નાણાંમંત્રી નિર્મલા સિતારમનની આભારી છું, કે તેમણે  આ દરોડાને વધુ સેન્શેનલાઇઝ નથી થવા દીધો અને આ માત્ર એક પ્રોસેસ છે, જો કે અભિનેત્રીએ નાણાંમંત્રીના એ નિવેદનને ખોટું ગણાવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ A અથવાન B નામ પર કોમેન્ટ નથી કરવા માંગતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.