ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ સિરિયલમાં દેખાતા દરેક પાત્ર દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. જોકે સિરિલયમાંથી દિશા વાકાણી(દયા બેન) છેલ્લા બે વર્ષથી ગાયબ છે. આ દરમિયાન ઘણી વખત એક્ટ્રેસ શોમાં પરત ફરશે તે વિશે અટકળો વહેતી થઈ છે. પરંતુ હાલ પણ આ અંગે સસ્પેન્સ યથાવત છે.
જોકે હવે આ ટીવી સિરિયલ એક અન્ય કારણથી ચર્ચામાં છે. શોની એક્ટ્રેસ પ્રિયા આહૂજા એટલે કે રીટા રિપોર્ટરે તાજેતરમાં તેની ફેમિલી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટશૂટમાં પ્રિયા સાથે તેનો પતિ માલવ રાજદા અને પ્રિયાના કો-સ્ટાર્સ નિધિ ભાનુશાલી અને કુશ શાહ નજરે આવી રહ્યા છે. ઉપરાંત બે ડોગી પણ ફોટોશૂટમાં દેખાઈ રહ્યા છે. આ તસવીરોમાં પ્રિયા ખૂબજ સુંદર દેખાઈ રહી છે. તે બેબી બંપને ફ્લોન્ટ કરતા નજરે આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.