ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. તરબૂચમાં વિટામિન એ, સી અને એન્ટી ઓકિસડન્ટસ પ્રચુર માત્રામાં હોય છે.
વાળ અને ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરવામાં તરબૂચ મદદ કરે છે.તરબૂચનો જયુસ આપણા શરીરમાં એન્ટી ઓકિસડન્ટસ વધારે છે જે આપણને હેલ્ધી અને હાઇડ્રેટેડ રાખે છે.
તડકામાં વધુ સમય રહેવાથી મેલાનિન વધુ ઉત્પન્ન થાય છે. એને કારણે ત્વચા ડાર્ક અને ટેન્ડ લાગે છે. ટેન્ડ અને ડેમેજડ સ્કિન માટે તરબૂચના રસ અને મધનો માસ્ક પરફેકટ છે.
તરબૂચનો રસ ચહેરા અને ગરદન પર લગાડી ૩૦ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઇ નાખો.
ત્વચા અને વાળ માટે દહીં એના ચમત્કારિક ગુણો માટે જાણીતું છે. તરબૂચના રસ અને દહીંનું મિશ્રણ ત્વચાને ગ્લો આપે છે.
તમારી ત્વચા ડ્રાય હોય તો આ ફેસ માસ્ક તમારી મદદે આવશે. લીંબુ તમારી ડ્રાય સ્કિન તથા મૃતકોષોને એકસફોલીએટ કરશે. મધ અને તરબૂચનો જયુસ તમારી રફ ત્વચાને મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરશે.
ખાસ કરીને કાચું દૂધ એક સારું કિલનઝર છે જે તમારા વાનને બ્રાઇટ બનાવે છે. એ એક સારું મોઇશ્ચરાઇઝર પણ છે જે ડ્રાય સ્કિન સેલ્સને હીલ કરે છે. સનબર્ન અને સનસ્પોટસમાં પણ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તરબૂચનો જયુસ તમારા ચહેરાને રીજુવેનેટ કરી ફ્રેશ લુક આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.