ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજ્યસભાની ચૂંટણી નો જંગ રોમાંચક બન્યો છે. ભાજપના ત્રણેય ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજે ફોર્મ ભર્યા બાદ પોતાના જીતવાની આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું હતું. ભરતસિંહે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે. જોડતોડની રાજનીતિનો વિજય નહિ થાય.
ગઈકાલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી. ત્યારે કોર્ટમાં હાજર રહેલા આરોપી મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકીને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજુઆત માટે જજે કહ્યું હતું. ત્યાર બાદ અદાલતની અન્ય ન્યાયિક કાર્યવાહી ચાલી રહી તે સમયે આરોપી મુળજીભાઇ દેવજીભાઇ સોલંકી અદાલતની કાર્યવાહીમા ઉભા થઈ “તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો? અને પૈસા લઈને તમે માણસાઇ મુકી દીધી છે. કુદરત નહી છોડે હુ તને ખોટા કેસોમાં ફસાવી દઈશ, તમામ જજ કુતરા છે….’’ તેમ કહી અદાલતમાં ઉપસ્થિત પક્ષકારોની હાજરીમાં, સ્ટાફની હાજરીમાં અદાલતની કાર્યવાહીમાં ઇરાદાપુર્વક વિક્ષેપ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.