ટાટાની દિગ્ગજ કંપનીના 100 શેર ખરીદીને ભૂલી ગયો વ્યક્તિ, વર્ષો પછી વિદેશથી પરત આવ્યો; પછી ખબર કે…

પટનાના રહેવાની વિજય સિન્હાએ વર્ષ 1990માં શેરબજારમાં રૂપિયા લગાવવાનો ચસ્કો લાગ્યો હતો. વ્યવસાયે ડોક્ટર સિન્હાએ ત્યારે ટાઈટન કંપનીના 100 શેર ખરીદ્યા હતા.

નવી દિલ્હીઃ પટનાના રહેવાસી ડોક્ટર વિજય સિન્હાને શેરબજારે લખપતિ બનાવી દીધા છે. ખાસ વાત તો એ છે કે, ડોક્ટર સિન્હા તો 1990માં શેરબજારમાં કરેલા પોતાના રોકાણને ભૂલી ગયા હતા. પરંતુ, હવે જ્યારે એક ઈન્વેસ્ટમેન્ટ રિટ્રાઈવલ એડવાઈઝરી ફર્મે ડોક્ટર સિન્હાના આ ‘ખોવાયેલા ખજાના’ને શોધી કાઢ્યું છે અને ડોક્ટર સિન્હાને આ વિશે જણાવ્યુ ત્યારે તેમને યાદ આવ્યું કે, 90ના દાયકામાં લગાવવામાં આવેલા થોડા રૂપિયાએ તેમને લખપતિ બનાવી દીધા છે.

પટનાના રહેવાની વિજય સિન્હાએ વર્ષ 1990માં શેરબજારમાં રૂપિયા લગાવવાનો ચસ્કો લાગ્યો હતો. વ્યવસાયે ડોક્ટર સિન્હાએ ત્યારે ટાઈટન કંપનીના 100 શેર ખરીદ્યા હતા. પરંતુ આ શેરોમાં રૂપિયા લગાવ્યાના થોડા સમય બાદ જ તેમને બ્રિટન જવાનો મોકો મળી ગયો. તેઓ બ્રિટેન જઈને ડોક્ટરીના વ્યવસાયમાં મશગૂલ થઈ ગયા હતા. પછી લાંબા સમય સુધી ભારત પરત ન આવ્યા. આર્થિક રૂપથી તેઓ ઘણા સંપન્ન થઈ ગયા. સમયની સાથે ટાઈટમ કંપનીમાં લગાવવામાં આવેલા રૂપિયાને તેઓ ભૂલી ગયા.

100 શેરોથી બની ગયા લખપતિ- ટાઈમ્સલાઉ ન્યૂઝની એક રિપોર્ટ મુજબ, 1990માં વિજય સિન્હાએ ટાઈટન કંપનીનાન 100 શેર ખરીદ્યા હતા. સમયની સાથે કંપની દ્વારા બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટને કારણે 2000 શેર થઈ ગયા. હવે આ શેરોની કિંમત 73 લાખ રૂપિયા થઈ ચૂકી છે. આવું ટાઈટન કંપનીના એક શેરની કિંમત 3700 રૂપિયા થઈ જવાના કારણે થયું છે.

ઈન્વેસ્ટમેન્ટ રિટ્રાઈવલ એડવાઈઝરી ફર્મે આપી ખુશખબરી- શેર સમાધાન એક ઈન્વેસ્ટમેન્ટ રિટ્રાઈવલ એડવાઈઝરી ફર્મ છે. આ લોકોને તેમના અનક્લેમ્ડ કે બ્લોક ફંડ પરત મેળવવામાં મદદ કરે છે. શેર સમાધાનના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ જૈનનું કહેવું છે કે, ડોક્ટર સિન્હાનો સંપર્ક કરવો ઘણું મુશ્કેલ કામ હતું. ફર્મના લોકોએ ઘણા જૂના દસ્તાવેજો તપાસીને તેમનો સંપર્ક નંબર મેળવ્યો. જ્યારે સિન્હાને જણાવવામાં આવ્યું કે, તેમના દ્વારા ખરીદવામાં આવેલા ટાઈટન કંપનીના 100 શેરોની કિંમત હવે લાખો રૂપિયા થઈ ચૂકી છે, તો તેમને આશ્ચર્ય થયું.

શેર પર ક્લેમ કરવું પણ ઘણું મુશ્કેલ હતું- ડોક્ટર વિજય સિન્હાને જાણ તો થઈ ગઈ, પરંતુ મુશ્કેલી શેર પર ક્લેમ કરવામાં હતી. એવું એટલા માટે હતું કારણ કે શેર સર્ટિફિકેટ ખોવાઈ ગયા હતા અને એડ્રેસ પ્રૂફ આઉટલેટેડ થઈ ગયા હતા, જેના દ્વારા શેર મેળવી શકાય તેમ ન હતું. પરંતુ, ઘણા દિવસોની માથાકૂટ બાદ આખરે ડોક્ટર સિન્હાના ખાતામાં તેમનો ખજાનો આવી જ ગયો. જો વર્તમાનની વાત કરીએ તો ટાઈટન કંપનીના શેર ગત કારોબારી સત્ર એટલે કે 22 માર્ચ 2024ના રોજ 1.78 ટકાની તેજીની સાથે 3,692.05 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. ગત એક વર્ષમાં ટાઈટનના શેરે રોકાણકારોને 48 ટકાનું રિટર્ન આપ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.