કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને ભારત સહિત આખી દુનિયામાં તહેલકા મચાવી દીધો છે. તેની તપાસ માટે ટાટા મેડિકલ ડાયગ્નોસ્ટિક એ એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરી છે જેને સરકાર પાસેથી મંજૂરી મળી ગઇ છે અને કંપનીનું કહેવું છે કે આ કિટ 12 જાન્યુઆરીથી કોમર્શિયલ યુઝ માટે ઉપલબ્ધ થઇ જશે તેમજ આ કિટ ઓમિક્રોનના કોરોનાના બીજા વેરિઅન્ટસની પણ ભાળ મેળવવામાં સક્ષમ છે અને આ કિટની કિંમત 250 રૂપિયા છે.
ટાટા એમડીએ આ ટેસ્ટિંગ કિટને ઓમીસ્યોર OmiSure નામ આપ્યું છે અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તેને મંજૂરી આપી દીધી. કંપનીનું કહેવું છે કે યુનિક ટેસ્ટ ડિઝાઇનવાળી આ કિટ સિંગલ ટ્યુબ ફૂલી મલ્ટીપ્લેકસ્ટ ટેસ્ટ છે. કંપનીએ તેને પ્રોવિઝનલ પેટન્ટ માટે અરજી કરી છે. આ કિટ ઓમિક્રોનને ડિટેક્ટ કરવામાં 99.25 ટકા કારગર છે.
ઓમીસ્યોર પોતાની તરફથી પહેલો એવો ટેસ્ટ છે અને જેમાં ઓમિક્રોનની ઓળખ માટે બે એસ-જીન વાયરલ ટાર્ગેટનો ઉપયોગ કરાય છે અને ફર્સ્ટ ટાર્ગેટ એસ-જીન ડ્રોપઆઉટ એટલે કે એસ-જીન ફેલ્યોર પર આધારિત છે. જ્યારે બીજો ટાર્ગેટ એસ-જીન મ્યુટેશન એમ્પિલફિકેશન પર આધારિત છે. કંપનીનું કહેવું છે કે તેમની દરરોજ 2 લાખ ઓમીસ્યોર ટેસ્ટ માટે ઉત્પાદન ક્ષમતા, સપ્લાય ચેન અને કાચા માલની ઇનવેંટ્રી વધારવાની શરૂઆત કરી દીધી છે.
આ કિટને બેંગલુરૂના ડૉકટર વી.રવિના નેતૃત્વવાળી એક ટીમે તૈયાર કરી છે. અત્યારે તેઓ ટાટા એમડીમાં આરએન્ડીના હેડ છે અને ડૉ.રવિનું કહેવું છે કે આ હોમ ટેસ્ટિંગ કિટ નથી. આ વાયરલ જિનેટિક મટિરિયરને ડિટેક્ટ કરે છે અને વાયરલ એન્ટીજન નથી. તેના માટે ખાસ સાધન, ટ્રેનર લોકો અને બાયો સેફ્ટીની જરૂર છે. OmiSure એક રિયલ ટાઇમ પીસીઆર છે આથી આ હોમ ટેસ્ટિંગ માટે નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.