ટાટા મોટર્સની સેલ્સ પર સ્લોડાઉનની ઘણી અસર જોવા મળી છે. ઓક્ટોબર 2019માં કંપનીની ઇયર ઓન ઇયર(YoY) ગ્રોથમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ મહિને કંપનીએ કુલ 13,169 યુનિટ્સનું વેચાણ કર્યું. જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં કંપનીએ 18,290 યુનિટ્સ સેલ કરી હતી. ત્યારે હવે કંપની તેના વેચાણમાં વધારો કરવા માટે કેટલાક મોડલ્સ પર જંગી ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેથી જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે આ ઉજ્જવળ તક છે.
મીડિયા સૂત્રો મુજબ સેલમાં ઘટાડો થતા સંપૂર્ણ ભારતમાં કંપનીના કેટલાક ડિલર્સ કંપનીના અલગ-અલગ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. જમાંથી એક મોડલ્સ છે ‘ટાટા ટિયાગો’. સૂત્રોના જણાવ્યા મુજબ ટાટાની આ પોપ્યુલર કાર પર કંપની 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે કંપની ડીઝલ એન્જિનને BSVIમાં અપગ્રેડ નથી કરી રહી તેથી કંપની આ કારની વધુમાં વધુ યુનિટ્સ વેચવાની કોશિશ કરી રહી છે.
આ સિવાય સૂત્રો પ્રમાણે ‘ટાટા ટિગોર’ મોડલ પર કંપની ગ્રાહકોને 62,000 રૂપિયા સુધીનું આકર્ષક ડિકાઉન્ટ ઓફર કરી રહી છે. સ્લોડાઉનના કારણે આ મોડલના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ‘ટાટા જેસ્ટ’ની વાત કરીએ તો કંપની 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.