સોમવારે બજારમાં મોટા ઘટાડાની સાથે જ ટાટા કેમિકલ્સના શેર પર 10 ટકાની લોઅર સર્કિટ વાગતા ભાવ 1183.45 રૂપિયા પર પહોંચી ગયો, જ્યારે ગુરૂવારે તે 1314.90 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં આ સ્ટોક 35 ટકા વધ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ટાટા ગ્રુપના શેરમાં મોટો વધારો જોવા મળી રહ્યો હતો. ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા ઈન્વેસ્ટમેન્ટના શેયર 6 દિવસમાં 36 ટકા સુધી વધી ગયા હતા પણ સોમવારે આ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સૌથી વધારે ટાટા કેમિકલ્સના શેરમાં ઘટાડો થયો છે. તેની સાથે ટાટા મોટર્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ, રેલિસ ઈન્ડિયા, ટાટા પાવર, ટાટા સ્ટીલ અને ટાટા ટેક્નોલોજીના શેરમાં પણ ઘટાડો થયો.
સોમવારે બજારમાં મોટા ઘટાડાની સાથે જ ટાટા કેમિકલ્સના શેર પર 10 ટકાની લોઅર સર્કિટ વાગતા ભાવ 1183.45 રૂપિયા પર પહોંચી ગયો, જ્યારે ગુરૂવારે તે 1314.90 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં આ સ્ટોક 35 ટકા વધ્યો હતો. ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેટ આજે 5 ટકાની લોઅર સર્કિટ સાથે 9257.20 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યો હતો, જ્યારે એક અઠવાડિયા દરમિયાન આ સ્ટોકમાં 28 ટકાની તેજી આવી હતી.
ટાટા પાવર સહિત આ સ્ટોકમાં પણ મોટો ઘટાડો
ટાટા પાવર કંપનીના શેયરમાં સોમવારે 4.7 ટકાથી વધારે ઘટીને 405 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યો હતો, જેમાં થોડા દિવસમાં 13 ટકાનો વધારો થયો હતો. તે સિવાય ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટીસીએસ અને ટાટા ટેક્નોલોજી આજે શરૂઆતમાં 2 ટકા સુધી ઘટ્યા હતા. ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા, રેલિસ ઈન્ડિયા, નેલ્કો, ટાટા કોમ્યુનિકેશન અને રેલિસ ઈન્ડિયામાં 7 ટકા સુધીનો ઘટાડો આવ્યો. આ સ્ટોક ગયા અઠવાડિયે 33 ટકા સુધી વધ્યો હતો.
કેમ ટાટા ગ્રુપના શેરમાં આવ્યો મોટો ઘટાડો?
થોડા દિવસ પહેલા રિપોર્ટસમાં આરબીઆઈ માપદંડોના આધાર પર કહેવામાં આવ્યું હતું કે ટાટા સન્સનું સપ્ટેમ્બર 2025 સુધી લિસ્ટિંગ કરવામાં આવી શકે છે. ત્યારબાદ તેનાથી જોડાયેલી કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી, જો કે હવે અહેવાલ છે કે નજીકના ભવિષ્યમાં ટાટા સન્સના લિસ્ટિંગની સંભાવના નથી. ગ્રુપ આરબીઆઈના નિયમોના પાલન માટે બીજા વિકલ્પો શોધી રહ્યા છે. ગ્રુપની પાસે હાલ વિકલ્પમાં દેવામાં ઘટાડો અને ટાટા કેપિટલ જેવા યૂનિટને અલગ કરવાનું સામેલ છે.
શું કહે છે આરબીઆઈનો નિયમ?
આરબીઆઈનો નિયમ કહે છે કે ટાટા સન્સને સપ્ટેમ્બર 2025 સુધી લિસ્ટ થવુ પડશે, કારણ કે તેને ઉચ્ચ સ્તરની NBFC તરીકે ક્લાસિફાય કરવામાં આવી છે. આરબીઆઈએ તેની જાણકારી પહેલા જ આપી દીધી હતી પણ ગ્રુપે આરબીઆઈએ લિસ્ટિંગ નિયમથી છૂટ માગી હતી, જેને હવે રદ કરી દેવામાં આવી છે. જો કે હવે ટાટા સન્સ અન્ય વિકલ્પોની શોધ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.