કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે ટાટા ટ્રસ્ટ અને ટાટા જૂથે ૧૫૦૦ કરોડ રૃપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. આ દેશના કોઇ પણ કોર્પોેરેટની તરફથી કોરોના માટે કરવામાં આવેલી સૌૈથી મોટી સહાય છે.
આજે ટાટા ટ્રસ્ટે ૫૦૦ કરોડ રૃપિયાની સહાયની જાહેરાત કરી હતી. ત્યારબાદ ટાટા સન્સે વધુ ૧૦૦૦ કરોડ રૃપિયાની સહાયની જાહેરાત કરી હતી.
ટાટા ટ્રસ્ટના ચેરમેન રતનટાટાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે કોરોના વાઇરસ વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર છે. ટાટા જૂથ અને સમૂહની કંપનીઓ અગાઉ પણ મુશ્કેલના સમયમાં મદદ માટે આગળ રહી હતી. હાલમાં દેશને મદદ કરવાનો સમય આવી ગયો છે અને વિશ્વમાં અને દેશમાં તાત્કાલિક પગલાં ભરવાની જરૃર છે.
ટાટા દ્વારા જાહેર કરાયેલી સહાયની રકમનો ઉપયોગ કોરોનાની સારવાર અને સંક્રમણને રોકવા માટે કાર્ય કરી રહેલા મેડિકલ સ્ટા
સ્ટાફની અંગત સુરક્ષા માટેના ઉપાયો માટે, કોરોનાથી પીડિત દર્દીઓ માટે વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા માટે, ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા માટે, ઇન્ફેક્ટેડ દર્દીઓ માટે વધુ યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સામાન્ય પ્રજાને જાગૃત કરવા માટે કરવામાં આવશે.
આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે પણ વડાપ્રધાન રાહત ફંડમાં ૨૫ કરોડ રૃપિયા આપવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.