ટાટાના આ શેરમાં સોમવારે દેખાઇ શકે છે જબરદસ્ત તેજી જાણો શુ છે કારણ?

ટાટા પાવરની સબ્સિડિયરી ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડને મોટું વિદેશી રોકાણ મળવા જઈ રહ્યું છે. ટાટા ગૃપની કંપની ટાટા પાવરે ગુરુવારે શેર બજારને જણાવ્યું કે તેની વિદેશી રોકાણકારોના એક ગૃપ સાથે ફોરેન ઇનવેસ્ટમેન્ટને લઈને બાધ્યકારી સમજૂતી થઈ છે.અને આ સમજૂતી હેઠળ ટાટા પાવરની રિન્યૂએબલ એનર્જી સબ્સિડિયરીને બ્લેકરોક રિયલ એસેટ્સની આગેવાનીવાળા ગૃપ પાસે 4000 કરોડ રૂપિયાનું રોકાણ મળશે. ટાટા પાવરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને જણાવ્યું કે રોકણ કરનારી કંપનીના ગૃપે બ્લેકરોક સિવાય મુબાડલા ઈનવેસ્ટમેન્ટ કંપની પણ સામેલ છે.

કંપનીએ કહ્યું કે મુબાડલા સાથે મળીને બ્લેકરોક રિયલ એસેટ્સ 4000 કરોડ રૂપિયા (લગભગ 525 મિલિયન ડૉલર)નું રોકાણ કરવાની છે.અને આ રોકાણ ટાટા પાવર રિન્યૂએબલ્સની 10.53 ટકાની ભાગીદારીના બદલે હશે. આ શેર હેઠળ ટાટા પાવર રિન્યૂએબલ્સની વેલ્યૂ 34 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ડીલ બાદ એમ માનવામાં આવી રહ્યું છે કે સોમવારે જ્યારે શેર માર્કેટ ખુલશે ત્યારે ટાટા પવારનો સ્ટોક રોકેટ બની જશે. શેર બજાર ગુરુવારથી રવિવાર સુધી બંધ છે.

શેર માર્કેટ દર અઠવાડિયે શનિવાર અને રવિવારે બંધ રહે છે. આ અઠવાડિયે ગુરુવારે મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં શેર માર્કેટમાં વેપાર ન થયો.અને ત્યારબાદ આજે એટલે કે શુક્રવારે ગુડ ફ્રાઈડેનો અવસર હોવાથી બજારમાં વેપાર બંધ છે. આ કારણે હવે બજાર સીધો સોમવારે ખુલશે અને ત્યારે ટાટા પાવરના સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે. ટાટા પાવર કંપની લિમિટેડના CEO અને મેનેજિંગ ડિરેક્ટર (MD) પ્રવીર સિંહાએ ઈનવેસ્ટમેન્ટ બાબતે કહ્યું કે ટાટા પાવર રિન્યૂએબલ્સ આગામી પેઢીના બિઝનેસ બ્રોડ એન્ડ ડીપ પોર્ટફોલિયો સાથે ઇન્ડસ્ટ્રી લીડર છે.

કંપની છેલ્લા ઘણા વર્ષોથી શાનદાર પ્રદર્શન કરી રહી છે ઝડપથી આગળ વધવામાં સક્ષમ છે. હું બ્લેકરોક રિયલ એસેટ્સ અને મુબાડલાનું સ્વાગત કરતા ઉત્સાહિત છું. ગઠબંધનથી અમે આગામી દશકોમાં ઉત્સાહજનક અવસરોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. એક રિપોર્ટ મુજબ આ સમજૂતી દ્વારા કંપનીઓનું આ ગૃપ ટાટા પાવર રિન્યૂએબલ્સમાં 10.53 ટકાનું પાર્ટનર બની જશે.અને અંતિમ વાતચીત બાદ ફાઇનલ શેરહોલ્ડિંગની રેન્જ 9.76 ટકાથી 11.43 ટકા વચ્ચે રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.