પશ્ચિમ બંગાળમાં પરિણામો આવ્યા બાદથી જ હિંસા,તાત્કાલિક પગલાં ભરવા તથા રિપોર્ટ આપવા આદેશ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે પશ્ચિમ બંગાળ સરકારને સ્મરણ પત્ર લખ્યો છે અને રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસા પર વિસ્તૃત રિપોર્ટ આપવા માટે કહ્યું છે.

નોંધનીય છે કે ગૃહમંત્રાલય દ્વારા પહેલા પણ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય દ્વારા આપવામાં આવી નથી. એવામાં કેન્દ્ર સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે.

પત્રમાં આપવામાં આવેલ સૂચના આપવામાં આવી છે કે જૉ રાજ્યમાં હિંસાની ઘટનાઑ નહીં રોકાય તો માનવામાં આવશે કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી.

ભાજપ દ્વારા મમતા બેનર્જીના કાર્યકર્તાઓ પર હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યારે મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કહ્યું છે એક હિંસાને સાંખી લેવામાં આવશે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.